ISIS ઈન્ડિયા ચીફ હરિશ ફારૂકી પકડાયો, આસામમાંથી ધરપકડ
આઈએસઆઈએસ ઈન્ડિયા ચીફ હરિશ ફારૂકીની ધરપકડ કરવામાં આવી છે. ફારુકી અને તેનો એક સહાયક આસામના ધુબરીથી ઝડપાયો છે.
સમાચારો અનુસાર, તે બાંગ્લાદેશથી સરહદ પાર કરીને ભારત આવ્યો હતો. બંનેને પૂછપરછ માટે STF ગુવાહાટી ઓફિસ લઈ જવામાં આવ્યા છે.

હૈરિસ ફારૂકી ઉર્ફે હરીશ અજમલ ફારૂકી ઉત્તરાખંડના દેહરાદૂનના ચકરાતા વિસ્તારનો રહેવાસી છે અને તે ભારતમાં ઈસ્લામિક સ્ટેટનો વડા છે.
હરીશ ફારૂકી સાથે પકડાયેલા સહયોગીનું નામ અનુરાગ સિંહ છે. તે હરિયાણાના પાણીપતનો રહેવાસી છે. અનુરાગે પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને પોતાનું નામ બદલીને રેહાન રાખ્યું છે.
અનુરાગની પત્ની બાંગ્લાદેશી નાગરિક છે. આસામ પોલીસના મુખ્ય જનસંપર્ક અધિકારી પ્રણવ જ્યોતિ ગોસ્વામીએ જણાવ્યું કે, ફારૂકી અને તેના સહયોગીની એસટીએફની ટીમે ધર્મશાલા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. અમને ફારૂકી વિશે માહિતી મળી તો અમે તેને પકડવાનો પ્લાન બનાવ્યો હતો.
બંને વિરુદ્ધ NIA, દિલ્હી, ATS અને લખનઉમાં ઘણા કેસ પેન્ડિંગ છે. પોલીસે પુષ્ટિ કરી કે આસામ STF વધુ તપાસ માટે આરોપીને NIAને સોંપશે. સીરિયા અને ઇરાકમાં અસ્થિર સરકારોને કારણે ISISનો વિસ્તાર છે. આ એક સુન્ની આતંકવાદી સંગઠન છે જે આતંકવાદી સંગઠન અલ કાયદાથી અલગ થઈને બનાવવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
