• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ISIS ટ્વીટર હેન્ડલ કેસ : બેંગલોર પોલીસની પૂછપરછમાં મેંહદી મસરૂર બિસ્વાસે શું કબૂલ કર્યું?

|

બેંગાલુરુ, 13 ડિસેમ્બર : આજે 13 ડિસેમ્બર, 2014 શનિવારના રોજ મેંહદી મસરૂર બિસ્વાસે પોતે ISISનું ટ્વીટર હેન્ડલ @ShamiWitness ઓપરેટ કરવાની કબૂલાત બેંગલોર પોલીસની પૂછપરછ દરમિયાન કરી છે. આ કબૂલાત કરવા સિવાય અન્ય ચોંકાવનારી કબૂલાતો પણ કરી છે.

નોંધનીય છે કે તાજેતરમાં બ્રિટનની ન્યૂઝ ચેનલ 4એ ગુરુવારે કરેલા દાવા પ્રમાણે આઇએસઆઇએસનું ટોચનું ટ્વીટર હેન્ડલ બેંગલુરુમાંથી ઓપરેટ થતું હોવાનો દાવો કર્યો હતો. તેના આધારે બેંગાલુરુ પોલીસે ISISનું ટ્વીટર હેન્ડલ ઓપરેટ કરનારની શોધ ચલાવી હતી.

ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ સિરિયા (Islamic State in Iraq and Syria - ISIS)નું ટોચનું ટ્વીટર હેન્ડલ ઓપરેટ કરવાના કેસમાં બેંગલુરુ પોલીસે તપાસ શરૂ કર્યા બાદ ISIS ટ્વીટર હેન્ડલ ઓપરેટ કરતા 25 વર્ષીય યુવાન મહેંદી મસરૂર બિશ્વાસની અટકાયત બાદ ધરપકડ કરી હતી.

એક તરફ મેંહદીએ ટ્વીટર હેન્ડલ ઓપરેટ કરવાની કબૂલાત કરી છે તો બીજી તરફ તેના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં આ અંગેનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. શનિવાર 13 ડિસેમ્બર, 2014માં બેંગલોર પોલીસ તરફથી એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કર્ણાટક રાજ્યના ડીજીપી, આઇજીપી અને બેંગલોર પોલીસના કમિશનર હાજર રહ્યા હતા. તેમણે આ પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક મહત્વની માહિતી આપી હતી.

આ ચોંકાવનારી માહિતી અને કેસ સાથે સંકળાયેલી મહત્વની વિગતો જાણવા માટે આગળ ક્લિક કરતા જાવ...

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

1.

મેંહદીએ કબૂલ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી તે ISISનું ટ્વીટર હેન્ડલ @ShamiWitness ઓપરેટ કરી રહ્યો હતો.

2.

તુર્કી, સીરિયા, લેબનોન, ઇઝરાઇલ, ગાઝાપટ્ટી, ઇજીપ્ત અને લીબિયામાં વર્ષ 2003 પછી જે થયું તેમાં મેંહદી ખાસ રસ લેવા લાગ્યો હતો.

3.

મેંહદી દિવસે ઓફિસમાં કામ કરતો હતો અને રાત્રે ઇન્ટરનેટ પર સક્રિય બની ટ્વીટર હેન્ડલ ઓપરેટ કરતો હતો.

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

4.

તેણે પ્રતિમાસ 60 જીબીના વપરાશવાળું ઇન્ટરનેટ કનેક્શન લઇ રાખ્યું હતું.

5.

તે ન્યુઝ વેબસાઇટ પર ISIS અને ISIL સંબંધિત સમાચારો ચોક્કસ વાંચતો હતો.

6.

17,000થી વધારે લોકો તેને ટ્વીટર પર ફોલો કરતા હતા.

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

7.

ISIS સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓ અને બાબતો પર મેંહદી ઉગ્ર રીતે ટ્વીટ કરતો હતો.

8.

તે ISISના અંગ્રેજી બોલનારા આતંકવાદીઓની ઘણી નજીક હતો.

9.

આ રીતે તે ISIS અને ISILમાં સામેલ થનારા નવા યુવાનો માટે એક સારું માધ્યમ બની ગયો હતો.

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

10.

પોતાના સોશિયલ મીડિયા કેમ્પેઇનમાં તેણે એશિયાની અનેક શક્તિઓની વિરુદ્ધ યુદ્ધ છેડવાના એજન્ડાને આગળ વધારવાનું કામ કર્યું.

11.

મેંહદી પોતાની અસલી ઓળખ બધાથી છુપાવીને રાખતો હતો.

12.

તેને એ બાબતનો પૂરો વિશ્વાસ હતો કે તેનો કોઇ ક્યારેય પકડશે નહીં.

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

13.

તેની ઓળખને બ્રિટનની ચેનલ 4એ દુનિયા સામે લાવીને મુકી.

14.

બ્રિટનની ચેનલ 4 પાસે જે માહિતી હતી તેને ભારતની એજન્સીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

15.

હવે બેંગાલુરુ પોલીસની એક ટીમ કર્ણાટકની ઇન્ટર્નલ સિક્યુરિટી ડિવિઝનની સાથે મળીને કામ કરશે.

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

16.

ઇન્ટેલિજન્સ દ્વારા બેંગાલુરુ પોલીસને અનેક મહત્વના પોઇન્ટ આપવામાં આવ્યા હતા. આ ઇનપુટ્સ આઇએસઆઇએસ ટ્વીટર હેન્ડલ @ShamiWitness સાથે સંકળાયેલા હતા.

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

17.

બેંગાલુરુ પોલીસ કમિશનર એમ એન રેડ્ડીની તરફથી એ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે કે તેમણે જોઇન્ટ સીપી ક્રાઇમ હેમંત નિંમાબલકર અને ડીસીપી ક્રાઇમ અભિષેક ગોયલની આગેવાનીમાં એક સ્પેશ્યલ ટીમ બનાવી છે.

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

18.

મેંહદી સામે એફઆઇઆર નોંધાવવામાં આવી છે. પોલીસે આઇપીસી, યુએપી એક્ટ અને આઇટી એક્ટ 2000 હેઠળ તેની સામે કેસ દાખલ કર્યો છે. ડીસીપી ક્રાઇમ તરફથી આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અનેક સિક્યોરિટી એજન્સીઓની સાથે મળીને બેંગાલુરુ પોલીસ આ કેસ પર આગળ વધી રહી છે.

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

19.

બેંગાલુરુ પોલીસે 24 વર્ષીય મેંહદીને શનિવારે તેના એપાર્ટમેન્ટમાંથી પકડી પાડ્યો હતો. અહીં તે ભાડે રહેતો હતો.

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

20.

મેંહદી પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાનો રહેવાસી છે. તે વર્ષ 2012માં બેંગલોરમાં એક ફૂડ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. આ જોબમાં તેને વાર્ષિક રૂપિયા 5.3 લાખનું પેકેજ મળતું હતું.

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

ISIS ટ્વીટર હેન્ડલ કેસ

21.તે એક એન્જીનીયર છે. તેના ઘરમાં બે મોટી બહેનો છે, જે પશ્ચિમ બંગાળમાં તેના માતા પિતા સાથે રહે છે. મેંહદીના પિતા રાજ્યના ઇલેક્ટ્રિસિટી બોર્ડના નિવૃત્ત કર્મચારી છે.

English summary
ISIS twitter handle : What has Mehdi Masroor Biswas confessed in Bengaluru police interrogation?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more