For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: કોરોના સંકટનો સામનો કરવા રેલવેના ડબ્બાઓને બનાવ્યા આઈસોલેશન કોચ

રેલવેના ડબ્બાઓમાં આઈસોલેશન વૉર્ડ બનાવવામાં આવી શકે છે જેમાં દર્દીઓને રાખી શકાશે. આના પર કામ શરૂ થઈ ચૂક્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસનો ખતરો રોજે રોજ વધી રહ્યો છે. વિશેષજ્ઞો એ કહી રહ્યા છે કે આવનારા સમયમાં આ સ્થિતિ બગડી શકે છે અને એકસાથે ઘણા દર્દીઓ આવી શકે છે. આવી સ્થિતિમાં હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડી શકે છે. આના કારણે રેલવેના ડબ્બાઓમાં આઈસોલેશન વૉર્ડ બનાવવામાં આવી શકે છે જેમાં દર્દીઓને રાખી શકાશે. આના પર કામ શરૂ થઈ ચૂક્યુ છે.

સીટો હટાવીને બનાવી રહ્યા છે આઈસોલેશન વૉર્ડ

સીટો હટાવીને બનાવી રહ્યા છે આઈસોલેશન વૉર્ડ

દર્દીની કેબિન બનાવવા માટે વચ્ચેનુ બર્થ કાઢી દેવામાં આવ્યુ છે. સાથે જ સામેના ત્રણે બર્થ પણ હટાવી દેવામાં આવ્યા છે. પડદાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આનાથી આ હોસ્પિટલના એક રૂમ જેવુ બની ગયુ છે. જણાવવામાં આવ્યુ છે કે રેલવે 20 હજાર કોચને આઈસોલેશન વૉર્ડમાં ફેરવવા પર કામ કરી રહ્યુ છે. સાથે જ નર્સ અને ડૉક્ટરો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ શરૂ થશે તો દવાઓ અને જરૂરી સામાન કેવી રીતે પહેંચશે તેની પણ રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.

આપવામાં આવ્યુ હતુ ડબ્બાઓને આઈસોલેશન વૉર્ડ બનાવવાનુ સૂચન

આપવામાં આવ્યુ હતુ ડબ્બાઓને આઈસોલેશન વૉર્ડ બનાવવાનુ સૂચન

કોરોના વાયરસ જે રીતે અત્યાર સુધી દુનિયાના અલગ અલગ દેશોમાં ફેલાયુ છે. તેને જોતા એ શંકા છે કે ભારતમાં આવનારા અઠવાડિયામાં દર્દીઓની સંખ્યા હજારોમાં જઈ શકે છે. આવી સ્થિતિમાં હોસ્પિટલની વ્યવસ્થા ખોટવાઈ શકે છે. આને જોતા સતત આ રીતના સૂચનો કરવામાં આવી રહ્યા છે કે ખાલી સ્કૂલો, હોસ્ટેલ અને રેલવે કોચને આઈસોલેશન વૉર્ડમાં ફેરવવામાં આવે.

ઝડપથી વધી રહ્યા છે કેસ

ઝડપથી વધી રહ્યા છે કેસ

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી ઝડપથી વધી રહી છે જે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 150થી વધુ નવા કેસ સે આવી રહ્યા છે. ત્યારબાદ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 904 થઈ ગઈ છે. આમાં 20 લોકોના મોત થઈ ગયા છે. સૌથી વધુ 177 કેસ મહારાષ્ટ્રમાં આવ્યા છે. કેરળમાં 165 કેસ સામે આવી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશમાં 44, રાજસ્થાનમાં 46, કર્ણાટકમાં 55, ગુજરાતમાં 53, મધ્ય પ્રદેશમાં 30, પંજાબમાં 38, તમિલનાડુમાં 32, તેલંગાનામાં 38, પશ્ચિમ બંગાળમાં 15 કેસ સામે આવ્યા છે. વળી, દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 6 લાખને પાર કરી ગઈ છે. ઈટલીમાં 9 હજારથી વધુ, સ્પેનમાં પાંચ હજારથી વધુ મોત આ વાયરસના કારણે થઈ ગયા છે.

આ પણ વાંચોઃ ચેતવણીઃ લૉકડાઉન દરમિયાન સંક્રમણથી બચાવવા માટે આ વ્યવસ્થા ન કરી તો...આ પણ વાંચોઃ ચેતવણીઃ લૉકડાઉન દરમિયાન સંક્રમણથી બચાવવા માટે આ વ્યવસ્થા ન કરી તો...

English summary
Isolation coaches have been prepared by Indian Railways fight Coronavirus Pandemic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X