For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં દૂતાવાસ બહારના બ્લાસ્ટને ઈઝરાયલે આતંકી હુમલો ગણાવ્યો

દિલ્હીમાં દૂતાવાસ બહારના બ્લાસ્ટને ઈઝરાયલે આતંકી હુમલો ગણાવ્યો

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હીમાં ઈઝરાયેલના દૂતાવાસ પાસે બ્લાસ્ટ થયો. દૂતાવાસ બહાર ફુટપાથ પાસે આ ધમાકો થયો. બ્લાસ્ટની તીવ્રતા બહુ વધી નહોતી. આ ધમાકામાં ત્રણથી ચાર કારના કાચ ટૂટી ગયા છે. રાહતની વાત છે કે આ બ્લાસ્ટમાં કોઈને પણ ઈજા નથી પહોંચી. ધમાકા બાદ દિલ્હી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. જ્યારે સુરક્ષાબળોએ આખા એરિયાને પોતાના ઘેરામાં લઈ લીધો છે. પોલીસ ઉપરાંત ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે દિલ્હીના વીવીઆઈપી વિસ્તારમાં ડૉ એપીજે અબ્દુલ કલામ રોડ પર ઈઝરાયેલ દૂતાવાસ આવેલ છે.

delhi

દિલ્હી પોલીસે કહ્યું કે જિંદલ હાઉસ પાસે એપીજે અબ્દુલ કલામ રોડ પર સાંજે 5.05 વાગ્યે એક નિમ્ન તિવ્રતા વાળો બ્લાસ્ટ થયો. જેમાં ત્રણ વાહનોના કાચ ટૂટી ગયાં. આ ઉપરાંત કોઈને પણ જાનમાલની નુકસાની નથી થઈ. અત્યાર સુધીની તપાસમાં એવું જણાય છે કે કેટલાક અસામાજિક તત્વોએ સનસની મચાવવા માટે આવી હરકત કરી છે. ધમાકાની સૂચના મળ્યા બાદ ઈન્ટેલીજેંસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ધમાકા પાછળનું કારણ શું છે તે હાલ જાણી શકાયું નથી. જ્યારે ઈઝરાયલે આ ધમાકાને આતંકી હુમલો ગણાવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાને લઈ દિલ્હી પોલીસના સીનિયર ઑફિસર્સ સાથે વાત કરી છે. તેઓ સતત હાલાત પર નજર રાખી રહ્યા છે. જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે ઈઝરાયેલના વિદેશ મંત્રી સાથે વાત કરી તેમને જણાવ્યું કે સરકાર આ ધમાકાને લઈ ગંભીર છે. તપાસ કરવામાં આવી રહી છે અને દૂતાવાસની સુરક્ષા વધારવામાં આવી છે.

જણાવવામાં આવ્યું કે એનઆઈએની પણ એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એનઆઈએએ પણ પોતાની તપાસ શરૂ કરી દીધી છે. જ્યારે ફોરેંસિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે કહ્યું કે સીસીટીવી ફુટેજ પણ કાઢવામાં આવી રહ્યા છે. જેનાથી સચ્ચાઈનો પતો લાગી શકે.

English summary
Israel called the blast outside the embassy in Delhi a terrorist attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X