For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાણીના સંકટને ઉકેલવામાં ભારતના આ નજીકના દોસ્ત મદદ કરશે

પાણીના સંકટને ઉકેલવામાં ભારતના આ નજીકના દોસ્ત મદદ કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં પાણીનું સંકટ હાલ મોટી સમસ્યા બનેલ છે. કેટલાય વિસ્તારોમાં પાણીની કમીને કારણે કેટલાય ભાગમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. મૉનસૂન સારું ન થવાથી સમસ્યા વધુ વિકટ થઈ શકે છે. આ દરમિયાન એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ભારતના નજીકના દોસ્તે આ સમસ્યાથી નિપટવા મદદનો પ્રસ્તાવ આપ્યો છે. આ દેશ પાણીના પ્રબંધન અને ડિસર્ટિફિકેશનમાં દુનિયાનો બાદશાહ છે. આ દેશ બીજો એકેય નહિ બલકે ઈઝરાયેલ છે.

પીએમ મોદીએ બનાવ્યું નવું મંત્રાલય

પીએમ મોદીએ બનાવ્યું નવું મંત્રાલય

પીએમ મોદીએ પોતાની સરકારના બીજા કાર્યકાળમાં પાણી માટે જળ શક્તિ મંત્રાલયની રચના કરી છે. પીએમ મોદીએ વાયદો કર્યો છે કે તેઓ વર્ષ 2024 સુધી દેશના દરેક ઘરમાં પાણી પહોંચાડશે. ઈઝરાયેલ દુનિયાનો એ દેશ છે જેના 60 ટકા ભાગ રણ છે અને બાકી 20 ટકા સૂકો છે. છતાં ઈઝરાયલે કેટલાય ઉપાયોને અપનાવી પાણીના સંકટને દૂર કર્યું છે. ડિસર્ટિફિકેશન દ્વારા ઈઝરાયલે ખેતી, સિંચાઈ, મચ્છી ઉછેર, વૃક્ષો લગાવવા અને જળ સંસાધનોની મદદથી કેટલાય ઉપાયોને અપનાવ્યા છે. 20 ટકા જમીન ખરાબો હોવા છતાં ઈઝરાયલે ખેતીમાં નવી ઉંચાઈઓ હાંસલ કરી છે.

દુનિયામાં વૉટર મેનેજમેન્ટ લીડર

દુનિયામાં વૉટર મેનેજમેન્ટ લીડર

ઈઝરાયેલ ડેઝર્ટ ટેક્નોલોજી અને ડિસર્ટિફિકેશનમાં દુનિયાનો નંબર 1 દેશ છે. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત ડૉક્ટર રૉન મલ્કા તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત સાથે અમારી સતત સમજદારી આગળ વધી રહી છે અને ઈઝરાયેલ સાથે મળી પોતાના અનુભવને શેર કરવા માંગે છે. ડિસર્ટિફિકેશન વિરુદ્ધ લડાઈમાં અમે અમારી ટેક્નોલોજી ભારત સાથે શેર કરવા માંગીએ છીએ જેમાં વોટર મેનેજમેન્ટ અને સિક્યોરિટીમાં અમારી રણનીતિની ભાગીદારી પણ સામેલ હશે. સરકાર તરફથી જો કે આ વાત પર હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી કે પાણીના સંકટથી કેવી રીતે નિપટવામાં આવશે પરંતુ એમ જરૂર કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં દેશના ગામડામાં પાણીની કમીને દૂર કરવામાં આવશે.

ઈઝરાયલી એજન્સી ટ્રેનિંગ આપશે

ઈઝરાયલી એજન્સી ટ્રેનિંગ આપશે

17 જૂને થનાર વર્લ્ડ ડે ટૂ કૉમ્બેટ ડિસર્ટિફિકેશન પર ઈઝરાયલી રાજદૂતનું નિવેદન આવ્યું. આ દિવસનો ઉદ્દેશ્ય લોકોમાં દુષ્કાળ વિરુદ્ધ જાગૃકતા પેદા કરવાનો છે. ઈઝરાયલી રાજદૂતનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કેમ કે દેશના કેટલાય ભાગમાં હાલ દુષ્કાળ જેવી સ્થિતિ છે. ઈઝરાયેલના દૂતાવાસ તરફથી જાહેર નિવેદન મુજબ દેશની એજન્સી મશાવે પોતાના સહયોગ અને મદદ માટે ખાસ જોર આપ્યું છે. મશાવ, ઈઝરાયલની તે ઈન્ટરનેશનલ એજન્સી છે જેણે દુષ્કાળ અને મરુસ્થલીકરણ વિરુદ્ધ લડાઈમાં મોટી ભૂમિકા અદા કરી છે. આ એજન્સીએ ટ્રેનિંગ ઉપરાંત કેપિસિટી બિલ્ડિંગ, ટ્રેનિંગ, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અને રિસર્ચ પર ખાસ ધ્યાન આપ્યું છે.

હવામાનની ચેતવણી

હવામાનની ચેતવણી

મશાવની આજુબાજુ ઈઝરાયેલના હવામાનના આકરા પડકારથી નિપટવાનો અનુભવ તો છે જ સાથે જ તેની પાસે અનુકૂલન ટેક્નિક એટલે કે એડેપ્ટેબલ ટેક્નોલોજી, રિસર્ચ અને ડેવલપમેન્ટ ઉપરાંત ઈઝરાયલી વિશેષજ્ઞો અને સંસ્થાઓની વચ્ચે કામ કરવાનો અનુભવ છે. આ સાથે જ ઈન્ડો-ઈઝરાયલી કૃષિ પરિયોજના અંતર્ગત ઈઝરાયેલ અને ભારત સકારે ગુજરાતના ભુજમાં ખજૂરની ખેતી માટે હાથ મિલાવ્યા છે.

લૂનો કહેરઃ બિહારમાં 30 જૂન સુધી બધી જ સ્કૂલો બંધ રહેશે, ગયા કલમ 144 લાગુ લૂનો કહેરઃ બિહારમાં 30 જૂન સુધી બધી જ સ્કૂલો બંધ રહેશે, ગયા કલમ 144 લાગુ

English summary
Israel offers help to india to solve water shortage problem
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X