For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત આવતા પહેલા કોરોનાની ચપેટમાં આવ્યા ઈઝરાયેલના PM નફતાલી બેનેટ, પ્રવાસ પર સસ્પેન્સ યથાવત

ઈઝરાયેલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ ભારત આવતા પહેલા કોરોનાની ચપેટમાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઈઝરાયેલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ 3 એપ્રિલે પહેલી વાર ભારતની યાત્રાએ આવવાના છે. આ પહેલા સમાચાર આવી રહ્યા છે કે તેઓ કોરોના વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે. ઈઝરાયેલી પીએમ નફ્તાલી બેનેટના મીડિયા સલાહકાર અનુસાર સોમવારે તેમનો કોવિડ-19 ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. જો કે, તેમની ભારત યાત્રાને લઈને હજુ સુધી કોઈ પણ માહિતી સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ શકી નથી.

israel pm

વાસ્તવમાં, ઈઝરાયેલી પીએમ બેનેટનો 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી ભારત આવવાનો કાર્યક્રમ પ્રસ્તાવિત છે. જો કે, હજુ આ અંગે કંઈ જણાવવામાં આવ્યુ નથી કે યાત્રા રદ કરવામાં આવશે કે નહિ. તેમની ઑફિસના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી સારુ અનુભવી રહ્યા છે અને ઘરમાંથી કામ કરવાનુ ચાલુ રાખશે. જો કે, તેમણે સંક્રમિત થયા બાદ ખુદને સેલ્ફ ક્વૉરંટીન કરી લીધા છે. એવામાં તેમના ભારત પ્રવાસ પર સસ્પેન્સ યથાવત છે.

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલી પીએમ નફ્તાલી બેનેટની આ ભારતની પહેલી અધિકૃત યાત્રા હશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે ઈનોવેશન, અર્થવ્યવસ્થા, સાઈબર સુરક્ષા, કૃષિ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને જળવાયુ પરિવર્તન સહિત ઘણા જરુરી મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. જો કે, તેમના કોરોના સંક્રમિત થયા બાદ ભારતની યાત્રા પર સંકટ મંડરાતુ દેખાઈ રહ્યુ છે. હાલમાં આને લઈને હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યુ નથી.

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલી પીએમ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલી મુલાકાત ગયા ઓક્ટોબરમાં ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન(COP-26)માં થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ તેમને ભારત આવવા માટે આમંત્રિત કર્યા હતા. એવામાં પીએમ બેનેટ ભારતમાં રાજનાયિક સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠના પ્રસંગે ભારતનો પ્રવાસ કરવા આવી રહ્યા છે. આ પહેલા તેમણે એક નિવેનદ જાહેર કરીને જણાવ્યુ હતુ કે તે ભારત આવવા માટે ઘણા ઉત્સુક છે. વળી, બંને દેશોના સંબંધોને આગળ વધારવાની વાત પણ કહી હતી.

English summary
Israel PM Naftali Bennett Corona positive before India tour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X