ઇઝરાયલ PMની ભારત મુલાકાતનો પહેલો દિવસ, મુખ્ય વાતો

Written By:
Subscribe to Oneindia News

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ભારત આવી પહોંચ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ 6 દિવસ માટે ભારતની મુલાકાતે છે અને તેઓ પોતાની સાથે 130 પ્રતિનિધિઓને પણ લાવ્યા છે. પીએમ મોદી અને પીએમ નેતન્યાહૂ એરોપોર્ટથી સીધા ત્રણ મૂર્તિ ચોક જવા રવાના થયા હતા, જ્યાં તેઓ ભારતીય સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપશે. આજે ત્રણ મૂર્તિ ચોકનું નામ પણ બદલવામાં આવશે. 15 વર્ષ બાદ કોઇ ઇઝરાયલના પીએમ ભારતની મુલાકાતે આવ્યા છે, આ પહેલાં વર્ષ 2003માં ઇઝરાયલના તાત્કાલિક પીએમ એરિયલ શેરોન આવ્યા હતા.

Israel

નેતાઓનો સંદેશ

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને પીએમ નરેન્દ્ર મોદીએ ત્રણ સ્મારકની વિઝિટર્સ બુકમાં હસ્તાક્ષર કર્યા હતા. પીએમ મોદીએ લખ્યું કે, આ વિશ્વયુદ્ધ-1ના અંતની 100મી વર્ષગાંઠ છે. ભારતીય બહાદુરોના બલિદાનને અનેક વિશ્વના ઇતિહાસના અનેક સ્વર્ણ પાનાઓમાં સ્થાન મળ્યું છે. તો ઇઝરાયલના વડાપ્રધાને લખ્યું કે, ત્રણ મૂર્તિનો હાઇફા ચોક નામકરણ કરવું એક ઐતિહાસિક ઘટનાનું પ્રતિક છે. અમે બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. નિઃસ્વાર્થ બલિદાન અને તપસ્યાની મહાન ભારતીય પરંપરાઓને સલામ.

Modi

શહીદોને શ્રદ્ધાંજલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂનું એરપોર્ટ પર સ્વાગત કર્યા બાદ તેઓ સીધા ત્રણ મૂર્તિ ચોક પહોંચ્યા છે. જ્યાં તેમણે ભારતીય સેનાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. ઉલ્લેખનીય છે કે આજે ત્રણ મૂર્તિ ચોકનું નામ બદલાવીને હાઇફા ત્રણ મૂર્તિ ચોક રાખવામાં આવશે. નેતન્યાહૂ તેમની સાથે બીજા 130 પ્રતિનિધિના લઇને ભારતની મુલાકાતે આવ્યા છે.

Narendra Modi

ભારત અને ઇઝરાયલની મિત્રતા

ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ 14 જાન્યુઆરીથી 6 દિવસ સુધી ભારતમાં રહેશે. આ દરમિયાન તેઓ દિલ્હી, અમદાવાદ અને મુંબઇમાં મુખ્ય કાર્યક્રમમાં રહેશે. આ દરમિયાન તેઓ ભૂ-રાજનીતિ અને ભૂ-અર્તશાસ્ત્ર પર ભારત તરફથી આયોજિત પ્રમુખ સંમલન 'રાયસિના વાર્તા'માં પણ હાજરી આપશે. હાલમાં કેટલાક વર્ષોમાં ભારત અને ઇઝરાયલની મિત્રતા વધી છે. વર્ષ 2017માં પીએમ મોદી પણ ઇઝરાયલની મુલાકાતે ગયા હતા. ઇઝરાયલના પીએમની ભારતીય મુલાકાત દરમિયાન અનેક મુદ્દાઓ પર વાતચીત થઇ શકે છે.

મહત્વપૂર્ણ છે આ મુલાકાત

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016-17માં બંને દેશો વચ્ચે 5 અબજ ડોલરનો વેપાર થયો હતો. આ વર્ષે બંને દેશો વચ્ચે વેપાર વધારવા અંગે વાતચીત થઇ શકે છે. ગત વર્ષે સ્પાઇક(એન્ટિ-ટેંક ગાઇડેડ મિસાઇલ)નો કરાર થઇ શકે છે, બંને દેશ વચ્ચે આ અંગે ફરી વાતચીત થઇ શકે છે. 8000 સ્પાઇકની ખરીદી બંને દેશો માટે મહત્વપૂર્ણ છે. નેતન્યાહૂની આ મુલાકાત અનેક રીતે મહત્વપૂર્ણ છે. હાલમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપના જેરૂસલમને ઇઝરાયલની રાજધાનીના રૂપમાં માન્યતા આપવાના વિરોધમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે અમેરિકાના વિરોધમાં મત આપ્યો હતો. જો કે, આ અંગે કોઇ વાતચીત થવાની સંભાવના છે. અમેરિકા વિરુદ્ધ મત કરવાના પ્રસ્તાવ અંગે ભારતમાં ઇઝરાયલના રાજદૂત ડેનિયલ કારમૉને કહ્યું કે, મારું માનવું છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં એક મત આમ-તેમ થવાથી બે દેશોના સંબંધો પર કોઇ અસર નહીં થાય.

English summary
Israeli PM Benjamin Netanyahu arrives in India today for 6-day visit.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.