For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્રયાન 2: લેન્ડર વિક્રમની લોકેશન મળી આવી, સંપર્ક માટે પ્રત્યન ચાલુ

ઇસરોના અધ્યક્ષ કે શિવાન કહે છે કે અમને ચંદ્ર સપાટી પર લેન્ડર વિક્રમનું સ્થાન મળ્યું છે. ઓર્બિટરે લેન્ડરની થર્મલ ફોટો લીધી છે.

|
Google Oneindia Gujarati News

ઇસરોના અધ્યક્ષ કે શિવાન કહે છે કે અમને ચંદ્ર સપાટી પર લેન્ડર વિક્રમનું સ્થાન મળ્યું છે. ઓર્બિટરે લેન્ડરની થર્મલ ફોટો લીધી છે. જોકે, હજુ સુધી તેનો સંપર્ક થયો નથી. અમે તેની સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેનો ટૂંક સમયમાં સંપર્ક કરવામાં આવશે.

chandrayaan 2

ચંદ્રથી માત્ર 2.1 કિલોમીટર દૂર પહોંચીને લેંડર 'વિક્રમ'નો ભારતીય સ્પેસ સેન્ટર સાથે સંપર્ક તૂટી ગયો હતો. શરૂઆતના પોતાના બધા તબક્કાને સફળતાપૂર્વક પૂરા કર્યા બાદ બરાબર લેંડિંગની પહેલા લેંડર માર્ગ પરથી ભટકી ગયુ. ત્યારબાદ ઈસરો સેન્ટરમાં સન્નાટો છવાઈ ગયો. ચંદ્રયાન 2 મિશન માટે ઉત્સુક પીએમ મોદી પણ ઈસરો સેન્ટર પહોંચ્યા હતા પરંતુ અચાનક સંપર્ક તૂટ્યા બાદ આખા હૉલની અંદર નિરાશા છવાઈ ગઈ હતી.

મિશન વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને કહ્યુ કે ઉતાર-ચડાવ આવતા રહે છે પરંતુ આ કોઈ નાની ઉપલબ્ધિ નથી. દેશને તમારા પર ગર્વ છે, સર્વશ્રેષ્ઠની આશા રાખો, હિંમત રાખો. આ તમારી કોઈ નાની ઉપલબ્ધિ નથી. તમે બહુ ઉત્તમ સેવા કરી છે, હું તમારી સાથે છુ. આ પળ મનોબળ રાખવાનો છે અને આપણે રાખીશુ. આશા છે કે અંતરિક્ષ કાર્યક્રમમાં આપણે કડક પરિશ્રમ કરવાનુ ચાલુ રાખીશુ.

English summary
ISRO chief says that We've found the location of Vikram Lander on lunar surface
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X