For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chandrayaan 2 લેન્ડ થતાંની સાથે જ તમિલનાડુના આ બે ગામ રચશે અનોખો ઈતિહાસ

Chandrayaan 2 લેન્ડ થતાંની સાથે જ તમિલનાડુના આ બે ગામ રચશે અનોખો ઈતિહાસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભાતનું ચંદ્રયાન 2 ચાંદની સપાટી પર લેન્ડ થવાની તૈયારીમાં જ છે, ચંદ્રયાન 2નું વિક્રમ લેન્ડર ચાંદની સપાટી પર ઉતરશે, જે બાદ ભારતીય વૈજ્ઞાનિકોનું મિશન ચાંદ શરૂ થશે, 48 દિવસના સફર બાદ આજે રાત્રે 2 વાગ્યે ચંદ્રયાન 2 ચાંદ પર સૉફ્ટ લેન્ડિંગ કરશે. આ એક એવી ક્ષણ હશે જ્યારે દુનિયાભરની નજર તેના પર હશે.

પીએમ મોદીએ અપિલ કરી

પીએમ મોદીએ અપિલ કરી

આ દરમિયાન પીએમ મોદીની સાથોસાથ હાઈસ્કૂલમાં ભણતાં 60 બાળકો ઈસરોના બેંગ્લોર સેન્ટર પર હાજર રહેશે. ચંદ્રયાન 2નાં સફળ લેન્ડિંગની સાથે જ ભારત આવું કરનાર દુનિયાનો ચોથો દેશ બની જશે, અત્યાર સુધીમાં માત્ર અમેરિકા, રશિયા અને ચીન જ આ કારનામું કરી શક્યા છે.

સીતમપોંડી અને કુન્નામલાઈ

સીતમપોંડી અને કુન્નામલાઈ

પરંતુ શું તમે જાણો છો કે ચંદ્રયાન 2નું વિક્રમ લેન્ડર ઉતરતાની સાથે જ તમિલનાડુના બે ગામ સીતમપોંડી અને કુન્નામલાઈ પણ ઈતિહાસ રચશે, હવે તમારા મનમાં સવાલ થયો હશે કે કેમ અને કેવી રીતે, તો સાંભળો, આ ગામની માટીના ઉપયોગથી જનિશ્ચિત થયું કે ચંદ્રયાન 2નું લેન્ડિંગ ચંદ્ર પર સુરક્ષિત થશે કે નહિ.

વિક્રમ લેન્ડર

વિક્રમ લેન્ડર

જણાવી દઈએ કે ચંદ્રયાન 2 ત્રણ ભાગમાં મળીને બનેલ છે, જેમાં પહેલો ઓર્બિટર, બીજો- વિક્રમ લેન્ડર અને ત્રીજો પ્રજ્ઞાન રોવરને ચાંદની સપાટી પર ઉતારવા માટે બેંગ્લોરની પ્રયોગશાળામાં કેટલીયવાર પરીક્ષણ કરવામાં આવ્યું હતું, આના માટે આર્ટિફિશિયલ ચાંદની સપાટી બનાવવામાં આવી હતી, જેના માટે તેને ધૂળની જરૂર હતી, માટે આ ધૂળ સીતમપોંડી અને કુન્નામલાઈથી ધૂળ મંગાવી હતી, કેમ કે આ ગામની માટી ચાંદની માટી સાથે ઘણી મળતી આવે છે, ખાસ વાત એ છે કે ચંદ્ર અને ધરતીની ધૂળ અલગ અલગ છે.

ઓર્બિટર એક વર્ષ સુધી કામ કરશે

ઓર્બિટર એક વર્ષ સુધી કામ કરશે

ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ ઓર્બિટર એક વર્ષ સુધી કામ કરશે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પૃથ્વી અને તેની વચ્ચે કોમ્યુનિકેશન કરવાનું છે. ઓર્બિટર ચાંદની સપાટીનો નકશો તૈયાર કરશે, જેથી ચાંદના અસ્તિત્વ અને વિકાસનો પતો લગાવી શકાય. જ્યારે લેન્ડર અને રોવર ચંદ્રની એક દિવસ (પૃથ્વીના 14 દિવસ બરાબર) કામ કરશે, લેન્ડર અહીં તપાસશે કે ચંદ્ર પર બૂકંપ આવે છે કે નહિં.

#Chandrayaan2: લેન્ડિંગ પહેલાની 15 મિનિટ સૌથી ખતરનાક, ISRO ચીફે જણાવ્યું કારણ#Chandrayaan2: લેન્ડિંગ પહેલાની 15 મિનિટ સૌથી ખતરનાક, ISRO ચીફે જણાવ્યું કારણ

English summary
Chandrayaan 2: isro collected soil for artificial lunar to test landing chances of chandrayaan 2
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X