Aditya L1 Mission ISRO Update : આદિત્ય એલ1 લઇને ઇસરોએ આપી અપડેટ, સેટેલાઇટનું અંતરિક્ષમાં પ્રથમ પગલું
Aditya L1 Mission ISRO Update : ભારતના પહેલા સૌર પ્રદેશ અદિત્ય એલ1ને લઇને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) પર મોટુ અપડેટ આપ્યું છે. ISROએ જણાવ્યું હતું કે, સેટેલાઇટ સંપૂર્ણ રીતે ઠીક છે, અને યોજના અનુસાર કાર્ય કરી રહ્યો છે. તે પોતાનું કાર્ય સામાન્ય રીતે કરી રહ્યું છે.
ઈસરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આદિત્ય એલ-1 એ આજેપ્રથમ વખત તેની ભ્રમણકક્ષા બદલી છે, અને અવકાશમાં પ્રથમ છલાંગ લગાવી છે. જેની તમામ અપડેટ ISRO પાસે છે.

ટ્વિટર પર લખ્યું હતું કે, Aditya L1 એ 235x19500 કિમીની ભ્રમણકક્ષામાંથી 245x22459 કિમીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે. તમે આને સૂર્ય તરફની પ્રથમ છલાંગ પણ કહી શકો છો.
ISRO એ અપડેટ આપતા જણાવ્યું હતું કે, Aditya L1 16 દિવસ દરમિયાન પાંચ વખત તેની ભ્રમણકક્ષા બદલશે, અને તે પછી તે Aditya L1 એટલે કે લેગ્રેન્જ પોઈન્ટ તરફ કૂદકો મારશે.
Chandrayaan 3 ની સફળતા બાદ ISRO એ સૂર્યનો અભ્યાસ કરવા માટે 2 સપ્ટેમ્બરની સવારે 11.50 કલાકે શ્રી હરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સૌર મિશન Aditya L1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.
Aditya L1 અવકાશયાન 4 મહિનામાં એટલે કે 125 દિવસમાં પૃથ્વીથી લેગ્રેન્જ પોઈન્ટ સુધીનું લગભગ 1.5 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે. જ્યારે પૃથ્વીથી સૂર્યનું અંતર 15 કરોડ કિલોમીટર છે. લેગ્રેન્જ પોઈન્ટ પરથી Aditya L1 સૂર્યની વિવિધ પ્રવૃત્તિઓ, તેના આંતરિક અને બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરશે.
Chandrayaan 3 ની જેમ Aditya L1 પણ પહેલા પૃથ્વીની ઉંચાઈ પર પરિભ્રમણ કરશે અને પછી વધુ ઝડપે સૂર્ય તરફ ઉડાન ભરશે.
અત્રે નોંધનીય છે કે, ભારત પહેલા અમેરિકાએ સોલર મિશન કર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે અગાઉ એલ-2 ક્ષેત્રમાં સૂર્યની નજીક સમાન મિશન મોકલ્યું છે. ભારતના અવકાશ સંશોધન Aditya L1 ને એક મોટું પગલું માનવામાં આવે છે. ISRO ના ચીફ એસ સોમનાથે જણાવ્યું છે કે, આ મિશન પૂર્ણ થયા બાદ સૂર્ય વિશે અભ્યાસ કરવામાં ઘણી મદદ મળશે.
આદિત્ય L1 મિશન શેના માટે છે? - ISRO સૂર્ય પર સંશોધન માટે આદિત્ય L1 લોન્ચ કરી રહ્યું છે. આ સમગ્ર મિશન પાંચ વર્ષ માટે છે.
કેટલા ખર્ચમાં તૈયાર થયું મિશન - આદિત્ય વાહન સંપૂર્ણપણે ભારતમાં ઉત્પાદિત છે. તેના 7 પેલોડ પણ દેશમાં જ બનેલા છે. તેની કિંમત લગભગ 378 કરોડ હોવાનું કહેવાય છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
