ઈસરોને મોટી સફળતા, સંચાર સેટેલાઈટ GSAT-29 લૉન્ચ કર્યો
શ્રીહરિકોટાઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ બુધવારે 14 નવેમ્બરે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી સંચાર ઉપગ્રહ જીએસએટી-29 લૉન્ચ કર્યો છે. આ ઉપગ્રહ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવ્યો છે. ઉપગ્રહને પ્રક્ષેપણ યાનને જીએસએલવી-એમ-ડી2 રૉકેટ દ્વારા સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવ્યો. જીએસએલવી એમકે 3 રોકેટ જીસેટ-29ની ભૂ-સ્થિર કક્ષામાં સ્થાપિત કરશે. આ લૉન્ચ જમ્મુ અને કાશ્મીરની સાથે ઉત્તર પૂર્વી રાજ્યો માટે પણ ફાયદાકારક છે. જેને લઈને મંગળવારે બપોરે 2.50 વાગ્યે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. અને તેને બુધવારે 5.08 વાગ્યે લૉન્ચ કરવામાં આવ્યો.
શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવનાર આ 76મો અને ભારતમાં બનેલ 33મો સંચાર સેટેલાઈટ છે. આ વર્ષે આ ઈસરોનો પાંચમું લૉન્ચ હશે. ભારત અને ઈસરો માટે આ બહુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ ભારતના દૂરોગામી વિસ્તારોમાં પણ હાઈ-સ્પીડ ડેટા ટ્રાન્સફર કરવામાં મદદ કરશે. લૉન્ચ થયા બાદ આ સેટેલાઈટ આગામી 10 વર્ષ સુધી કામ કરશે.
ઈસરો મુજબ આ સંચાર ઉપગ્રહનું વજન 3423 કિલોગ્રામ છે. જીસેટ-29 ઉપગ્રહ ઉચ્ચ ક્ષમતાવાળા ક્રૂ-બેન્ડના ટ્રાન્સપોંડરેથી સજ્જ છે. આનાથી જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વી ભારતના છેવાડાના વિસ્તારોમાં પણ ઈન્ટરનેટ પહોંચાડવામાં મદદ મળશે. આ ઉપગ્રહમાં લાગેલ કેમેરાથી હિંદ મહાસાગરમાં નજર રાખી શકાશે.
પ્રદૂષણથી પરેશાન? હવે પહાડોની ફ્રેશ હવા ઘરે બેઠા જ મળશે