ઈસરોનુ સોલર મિશન આદિત્ય-L1 સફળતાપૂર્વક થયુ લૉન્ચ
Aditya L-1 Launching: ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બાદ આજે ઈસરોએ સૂર્ય મિશન આદિત્ય-એલ1 સફળતાપૂર્વક લૉન્ચ કર્યું છે. આદિત્ય-એલ1 મિશન આજે સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટામાં લૉન્ચિંગ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવ્યું હતું.PSLV C57 રોકેટના તમામ સાધનો સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. ગાઢ વાતાવરણમાંથી બહાર આવ્યા બાદ અવકાશયાન ઝડપથી તેના માર્ગ પર આગળ વધી રહ્યું છે.
ભારતના આ પ્રથમ સૌર મિશનને સૂર્ય અને પૃથ્વી વચ્ચેના L1 બિંદુ સુધી પહોંચવામાં 125 દિવસ લાગશે. આ 125 દિવસ 3 જાન્યુઆરી, 2024ના રોજ પૂર્ણ થશે. આગામી ચાર મહિનામાં તે લગભગ 15 લાખ કિલોમીટરની મુસાફરી કરીને L1 પોઈન્ટ પર પહોંચશે.

જો મિશન સફળ થાય છે અને આદિત્ય અવકાશયાન લેગ્રાંગિયન પોઈન્ટ 1 પર પહોંચે છે, તો નવા વર્ષમાં ISRO માટે તે એક મોટી સિદ્ધિ હશે. લેગ્રેન્જિયન બિંદુ 1 એ પૃથ્વીથી સૂર્યના અંતરના માત્ર 1% છે.
#WATCH भारत का पहला सूर्य मिशन, #AdityaL1 आंध्र प्रदेश के श्रीहरिकोटा में सतीश धवन अंतरिक्ष केंद्र से लॉन्च हुआ। pic.twitter.com/2Wpsb1gGYX
— ANI_HindiNews (@AHindinews) September 2, 2023
આદિત્ય-L1 પાસે સાત પેલોડ એટલે કે સાધનો છે. આના દ્વારા ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૂર્યના સૌથી બહારના સ્તરો એટલે કે કોરોનાનો અભ્યાસ કરીશું. ISRO મુજબ, આદિત્ય-L1 કોરોનલ હીટિંગ, કોરોનલ માસ ઇજેક્શન, પ્રી-ફ્લેર અને ફ્લેર પ્રવૃત્તિઓ અને તેમની લાક્ષણિકતાઓ, અવકાશ હવામાન ગતિશીલતા, કણોના પ્રસાર વગેરેને સમજવામાં મદદ કરશે.












Click it and Unblock the Notifications
