ISROએ નવા વર્ષના પહેલા દિવસે લૉન્ચ કર્યુ ભારતુ પહેલુ પોલરિમેટ્રી મિશન, જાણો શું છે તેનો હેતુ
ISRO X-Ray Polarimeter Satellite (XPoSat): ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો) એ નવા વર્ષના પ્રથમ દિવસે 1 જાન્યુઆરીએ ભારતનું પ્રથમ ધ્રુવીય મિશન લૉન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે. આ ઉપગ્રહને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 9:10 કલાકે લૉન્ચ કરવામાં આવ્યો છે.
ઈસરોએ જણાવ્યું કે, X-ray Polarimetry Satellite (XPoSat)ને શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યો છે. ઈસરો આ મિશન દ્વારા ખગોળશાસ્ત્રના સૌથી મોટા રહસ્યો પૈકીના એક બ્લેક હોલ વિશે માહિતી એકત્ર કરશે.

આ મિશનને PSLV-C58 XPoSat મિશન નામ આપવામાં આવ્યું છે. આ ઉપગ્રહને માત્ર 21 મિનિટમાં રોકેટ પોલર સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (PSLV) C58 દ્વારા અવકાશમાં 650 કિમીની ઉંચાઈ પર લઈ જવામાં આવશે. આ રોકેટનું આ 60મું મિશન છે. આ મિશનમાં એક્સોસેટની સાથે અન્ય 10 ઉપગ્રહોને પણ પૃથ્વીની નીચી કક્ષામાં મૂકવામાં આવશે.
ઈસરોએ માહિતી આપી છે કે એક્સપોઝેટ પાંચ વર્ષ સુધી કામ કરી શકે છે. એટલે કે વર્ષ 2028માં તેનો ઉપયોગ થઈ શકે છે. પ્રક્ષેપણ માટે 44.4 મીટર ઊંચું PSLV-DL પ્રકારનું રોકેટ બનાવવામાં આવ્યું છે. તેનું લિફ્ટ-ઓફ માસ 260 ટન હશે. તે સૌપ્રથમ પૃથ્વીથી 650 કિમીની ઊંચાઈ પર સ્થાપિત થશે, જેના માટે તેને 21 મિનિટનો સમય લાગશે.
#WATCH | PSLV-C58 XPoSat Mission launch | Sriharikota, Andhra Pradesh: The launch of the X-Ray Polarimeter Satellite (XPoSat) is set for today at 09:10 am from the first launch-pad, SDSC-SHAR, Sriharikota in Andhra Pradesh.
— ANI (@ANI) January 1, 2024
(Visuals from Satish Dhawan Space Centre) pic.twitter.com/c5LkajQEpU
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
