સૂર્યને મળવા નીકળ્યુ આદિત્ય એલ-1, ગર્વથી છાતી ફૂલી જાય તેવી એ ક્ષણ...જુઓ Video

Aditya L1 Launching: ઈસરોનું સૌર મિશન આદિત્ય એલ-1 સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યું છે. હવે તેનો વીડિયો પણ સામે આવ્યો છે. હવે લૉન્ચ થયાના બરાબર 125 દિવસ પછી તે તેના પોઈન્ટ L1 પર પહોંચી જશે. આ બિંદુએ પહોંચ્યા પછી, આદિત્ય-L1 ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા મોકલવાનું શરૂ કરશે.

હવે તે ક્ષણનો વીડિયો પણ સામે આવ્યો છે જ્યારે આદિત્ય એલ-1 સૂર્યની યાત્રા પર નીકળ્યુ હતુ. તમને જણાવી દઈએ કે આદિત્ય-એલ1 મિશન ભારતનું પ્રથમ સોલર મિશન છે. આ મિશન દ્વારા ઈસરો સૂર્ય સાથે જોડાયેલા અનેક રહસ્યો પરથી પરદો ઉઠાવવા જઈ રહ્યું છે.

aditya l1

આ મિશન સાથે, સૂર્યના બાહ્ય સ્તરના કોરોના, કોરોનલ માસ ઇજેક્શન (સૂર્યમાં થતા શક્તિશાળી વિસ્ફોટો), પ્રી-ફ્લેર અને ફ્લેર પ્રવૃત્તિઓ અને તેમની લાક્ષણિકતાઓ, સૌર વાવાઝોડાની ઉત્પત્તિ વગેરે જેવા પરિબળોનો અભ્યાસ કરવામાં આવશે. નીચે આદિત્ય L1 લૉન્ચિંગનો અદ્ભુત વીડિઓ જુઓ.

વૈજ્ઞાનિકોના મતે આદિત્ય એલ-1 વાહન આગામી પાંચ વર્ષ સુધી દરરોજ 1440 ચિત્રો મોકલશે, જેની મદદથી સૂર્યનો અભ્યાસ સરળ બનશે. વૈજ્ઞાનિકોના મતે ફેબ્રુઆરી મહિનામાં પહેલી તસવીર સામે આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X