ઈસરોએ EMISAT સાથે 28 સેટેલાઈટ કર્યા લૉન્ચ
ભારતીય સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન ઈસરોએ આજે પોતાની પહેલી સ્પેસ મિસાઈલ લૉન્ચ કરી કે જે ત્રણ ઑર્બિટમાં સેટેલાઈટને સ્થાપિત કરશે.
ભારતીય સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન ઈસરોએ આજે પોતાની પહેલી સ્પેસ મિસાઈલ લૉન્ચ કરી કે જે ત્રણ ઑર્બિટમાં સેટેલાઈટને સ્થાપિત કરશે. આ સેટેલાઈટ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવી. સેટેલાઈટને ઈસરો પીએસએલવી સી 45થી લૉન્ચ કરવામાં આવ્યા. આ સેટેલાઈટ પોતાની સાથે ઈલેક્ટ્રોનિક ઈન્ટેલીજન્સ સેટેલાઈટ ઈમિસેટ અને 28 અન્ય સેટેલાઈટને પણ સાથે લઈને જશે. જેમાં સ્પેન, લુથિયાના, સ્વિત્ઝરલેન્ડ, યુએસની પણ સેટેલાઈટ શામેલ છે.

તમને જણાવી દઈએ કે આ ઈસરોના પીએસએલવી કાર્યક્રમનું 47મું મિશન છે. એમિસેન્ટનો ઉપયોગ મુખ્ય રીતે ઈલેકટ્રોમેગ્નેટીક સ્પેક્ટ્રમને માપવા માટે કરવામાં આવશે. આની મદદથી દુશ્મન દેશની રડાર સિસ્ટમ પર બાજ નજર રાખી શકાય છે. વળી આની સ્થિતિ પણ માલુમ કરી શકાય છે. જે સેટેલાઈટ્સને મોકલવામાં આવ્યા છે તેમાં એમિસેન્ટ 436 કિલોગ્રામનો છે જ્યારે અન્ય 28 ઉપગ્રહ 220 કિલોગ્રામના છે. આ અભિયાન કુલ 180 મિનિટનું છે. પહેલી 17 મિનિટ પૂરી થવા પર પીએસએલવી 749 કિલોમીટરની ઉંચાઈ નક્કી કરશે અને આ એમિસેટને સ્થાપિત કરશે.
ચોથા તબક્કામાં રૉકેટને 485 કિલોમીટરની ઉંચાઈ સુધી પહોંચાડવામાં આવશે. અહીં આ ચંદ્રયાન-2અભિયાનના અમુક મહત્વના હેતુઓને પૂરા કરશે. તમને જણાવી દઈએ કે પીએસએલવી સી 45ની આ 47મી ઉડાન છે. તેને ઘણુ ભરોસાપાત્ર લૉન્ચ વેહીકલ માનવામાં આવે છે. આ પહેલા ઈસરોએ 104 સેટેલાઈટ્સને લૉન્ચ કરવા માટે પીએસએલવીના પાવરફૂલ એક્સએલ વર્ઝનનો ઉપયોગ કર્યો હતો અને તેમાં સફળતા મેળવી હતી. આ અભિયાન એક વિશ્વ રેકોર્ડ હતો જેમાં માત્ર 30 મિનિટની અંદર 7 દેશોના 104 સેટેલાઈટ્સને એકસાથે લૉન્ચ કરવામાં આવ્યા હતા. આ પહેલા રશિયાએ એક સાથે 37 સેટેલાઈટ્સ 2014માં લૉન્ચ કર્યા હતા.
Sriharikota: ISRO's #PSLVC45 lifts off from Satish Dhawan Space Centre, carrying EMISAT & 28 customer satellites on board. #AndhraPradesh pic.twitter.com/AHlxb5YXnE
— ANI (@ANI) 1 April 2019












Click it and Unblock the Notifications
