isro upcoming missions : ચંદ્રયાન-4 અને ગગનયાન મિશનને લઈને ઈસરોની મોટી જાહેરાત, જાણો ક્યારે થશે લોંચ?

Chandrayaan-4 : નાના પગલા દ્વારા મોટી અવકાશી છલાંગ લગાવવા માટે જાણીતી ભારતીય અવકાશ સંસ્થાએ તેના આવનારા મિશન ચંદ્રયાન-4 અને ગગનયાદને લઈને મોટી જાહેરાત કરી છે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને દુનિયાને ચૌકાવનારી ઈસરો બહુ જલ્દી ચંદ્રયાન-4 અને ગગનયાન મિશન લોંચ કરવા જઈ રહી છે.

Chandrayaan-4

હાલમાં જ ઈસરો અધ્યક્ષ એસ સોમનાથે ચંદ્રયાનના આગામી મિશન સહિતની ભવિષ્યની યોજનાઓ અંગે જાહેરાતો કરી. તેમણે જણાવ્યું કે, ગગનયાન મિશન 2026 માં લોન્ચ કરવામાં આવશે.

ચંદ્રયાન-4 મિશન ચંદ્ર પરથી નમૂનાઓ સાથે પરત ફરશે. તેને ચાર વર્ષ પછી એટલે કે 2028 માં લોન્ચ કરવામાં આવશે. આ સિવાય ભારત-અમેરિકાનું સંયુક્ત નિસાર મિશન આવતા વર્ષે શરૂ થશે.

ચંદ્રયાન-5 મિશન વિશે જાહેરાત કરતા ઈસરો ચીફ એસ સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-5નું ચંદ્ર લેન્ડિંગ મિશન જાપાનની સ્પેસ એજન્સી JAXA સાથે સંયુક્ત રીતે કરવામાં આવશે. આ મિશનનું નામ મૂળભૂત રીતે લુનર પોલર એક્સપ્લોરેશન એટલે કે LUPEX છે.

તેમણે કહ્યું કે, આ મિશન 2025 માં શરૂ થવાનું હતું પરંતુ હવે આ મિશનનું નામ બદલીને ચંદ્રયાન-5 કરવામાં આવ્યું છે, તેથી તેનું લોન્ચિંગ 2028 માં થવાની સંભાવના છે.

આ મિશન હેવી વેઈટ હશે, આમાં લેન્ડર ભારત આપશે જ્યારે રોવર જાપાનનું હશે. ચંદ્રયાન-3નું રોવર માત્ર 27 કિલોનું હતું પરંતુ આ મિશનમાં તેનું વજન 350 કિલો હશે. આ મિશન ચંદ્ર પર મનુષ્યના ઉતરાણના મિશનને આગળ લઈ જવા માટે કામ કરશે.

જણાવી દઈએ કે, ભારતે 2040 સુધીમાં સમાનવ ચંદ્ર મિશન હાથ ધરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ મહત્વાકાંક્ષી ધ્યેય અવકાશ સંશોધનમાં નોંધપાત્ર હાજરી સ્થાપિત કરવાની ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

ખાનગી ક્ષેત્રોની ભાગીદારી, નવી નીતિઓના અમલીકરણ અને યુવા ઉદ્યોગ સાહસિકોના ઉત્સાહને પ્રોત્સાહન આપીને વાઇબ્રન્ટ સ્પેસ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X