For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IT વિભાગે મજૂરને ફટકારી 14 કરોડ ટેક્સ ભરવાની નોટીસ, પરિવારને લાગ્યો આંચકો

મનોજ યાદવ નામના યુવક વ્યવસાયે મોસમી મજૂર છે. મનોજ કામ કરવા માટે દિલ્હી અને હરિયાણા વચ્ચે ફરતો રહે છે. બે દિવસ પહેલા આવકવેરા વિભાગની ટીમ તેના ઘરે પહોંચી અને તેને નોટિસ આપવામાં આવી કે, તેના નામે કંપનીઓ ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જે લોકોએ ટેક્સ ભર્યો નથી તેવા લોકોને ટેક્સ ભરવા માટે નોટીસ મોકલવામાં આવે છે. આ વચ્ચે ઇન્કમ ટેક્સ વિભાગે એક દહાડી મજૂરને 14 કરોડ રૂપિયા ટેક્સ ભરવા માટે નોટીસ ફટકારી છે, જે કારણે મજૂર અને તેનો પરિવાર શોકમગ્ન થઇ ગયો છે.

આ સાથે તેમને ટેક્સ ન ભરવા બદલ દોષી જાહેર કરવામાં આવ્યા છે. પરિવાર સાથે સાથે આખુ ગામ પણ આ સમાચાર સાંભળી આશ્ચર્યચકિત થયું છે. આ ઘટના કરગહર પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

મજૂરના નામે ચાલી રહી છે કંપનીઓ

મજૂરના નામે ચાલી રહી છે કંપનીઓ

મનોજ યાદવ નામના યુવક વ્યવસાયે મોસમી મજૂર છે. મનોજ કામ કરવા માટે દિલ્હી અને હરિયાણા વચ્ચે ફરતો રહે છે.

બે દિવસ પહેલાઆવકવેરા વિભાગની ટીમ તેના ઘરે પહોંચી અને તેને નોટિસ આપવામાં આવી કે, તેના નામે કંપનીઓ ચાલી રહી છે.

આવકવેરા રિટર્નલગભગ 14 કરોડ બાકી છે. જો રજૂઆત કરવામાં નહીં આવે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

હેબતાઈ ગયા પરિવારના સભ્યો

હેબતાઈ ગયા પરિવારના સભ્યો

નોટિસ મળતાં જ મનોજ અને તેનો પરિવાર પરેશાન થઈ ગયો હતો. મનોજ કહે છે કે, જ્યારે તે દિલ્હી અને હરિયાણામાં કામ માટે જાય છે,ત્યારે કોન્ટ્રાક્ટરો તેના આધાર કાર્ડ અને પાન કાર્ડ લઈ લે છે. કદાચ એ જ લોકો દ્વારા કોઈ ભૂલ થઈ હોય.

મનોજ યાદવ નામનો મજૂર, જેરોજ કમાય છે અને ખાય છે, તેને પણ સમજાતું નથી કે તેની સાથે આ બધું શું થઇ રહ્યું છે. આ સાથે જ તેના પરિવારના સભ્યો પણ હેબતાઈ ગયા છે.

મનોજ યાદવના આધાર કાર્ડ અને પાન કાર્ડનો ખોટો ઉપયોગ થયો

મનોજ યાદવના આધાર કાર્ડ અને પાન કાર્ડનો ખોટો ઉપયોગ થયો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી મનોજ યાદવ પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં એક વર્ષમાં 8 મહિના સુધી નાની મજૂરી કરીને માસિક 10 થી 15 હજાર રૂપિયા કમાય છે.

મનોજ ડાંગરની કાપણી અને રોપણી સમયે મજૂર તરીકે કામ કરવા ગામડે જાય છે. હવે સવાલ એ છે કે એક મજૂર પર કરોડોનો આવકવેરો કેવી રીતે લાદવામાં આવ્યો.

પ્રાથમિક દૃષ્ટિએ આ બનાવટીનો કેસ હોય તેવું જણાઇ રહ્યું છે. જેમાં કોઇએ મનોજ યાદવના આધાર કાર્ડ અને પાન કાર્ડનો ખોટો ઉપયોગ કર્યો હોવો જોઇએ.

English summary
IT department give notice to pay 14 crore tax to labourer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X