Manipur Violence: મણિપુર હિંસાથી પ્રભાવિત લોકોને મળ્યા બાદ હ્રદય દ્રવી ઉઠ્યુ - રાહુલ ગાંધી, જુઓ Video

Manipur Violence: હિંસા પ્રભાવિત પૂર્વોત્તર રાજ્ય મણિપુરની મુલાકાતે આવેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે બિષ્ણુપુર જિલ્લાના મોઈરાંગ શહેરમાં બે રાહત શિબિરમાં ગયા. અહીં તેમણે પ્રભાવિત લોકો સાથે મુલાકાત કરી અને તેમની વ્યથા સાંભળી.

શિબિરોમાં રહેલા લોકોની પીડા સાંભળીને રાહુલ ગાંધી ખૂબ દુઃખી જણાયા. તેમણે કહ્યુ કે મણિપુરમાં હિસાના કારણે પોતાના સ્વજનો અને ઘરો ગુમાવી દેનારા લોકોની દુર્દશા જોવી અને સાંભળવી એ હ્રદય કંપાવનારુ છે.

rahul gandhi

રાહુલ ગાંધીએ કહ્યુ કે હું દરેક વ્યક્તિને મળું છું, પછી તે નાનું બાળક હોય કે વૃદ્ધ, દરેકના ચહેરા પર મદદ માટે પોકાર છે. મણિપુરને અત્યારે શાંતિની સૌથી વધુ જરૂર છે. તેમણે કહ્યું કે લોકોના જીવન અને આજીવિકાને સુરક્ષિત કરવા માટે શાંતિ લાવવી જરૂરી છે. આપણા બધાના પ્રયત્નો એ લક્ષ્ય તરફ એક થવા જોઈએ.

રાહુલ ગાંધીની સાથે મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઈબોબી સિંહ, પાર્ટીના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલ, પીસીસી પ્રમુખ કીશમ મેઘચંદ્ર સિંહ અને પૂર્વ સાંસદ અજય કુમાર હતા. મોઇરાંગને ઐતિહાસિક રીતે તે નગર તરીકે ઓળખવામાં આવે છે જ્યાં INA (આઝાદ હિંદ ફોજ) એ 1944માં ભારતીય ત્રિરંગો લહેરાવ્યો હતો.

મણિપુર કોંગ્રેસના પ્રમુખ કેશમ મેઘચંદ્રએ જણાવ્યું હતું કે રાહુલ જે રાજ્યની તેમની બે દિવસની મુલાકાતે છે તે 10 સમાન વિચારધારા ધરાવતા પક્ષના નેતાઓ, યુનાઇટેડ નાગા કાઉન્સિલ (UNC)ના નેતાઓ અને ઇમ્ફાલમાં નાગરિક સમાજ સંગઠનોના સભ્યોને પણ મળશે.

રાહુલ ગાંધી ગુરુવારે મણિપુરના ચુરાચંદપુરમાં વંશીય હિંસા જોવા મળેલી રાજ્યની તેમની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે હિંસાથી પ્રભાવિત લોકોને મળ્યા હતા. કોંગ્રેસના નેતાઓ, જેમણે અગાઉ આક્ષેપ કર્યો હતો કે સત્તાવાળાઓ તેમને પીડિતોને મળવાથી અટકાવી રહ્યા હતા, બાદમાં કહ્યું કે વહીવટીતંત્રે તેમને મોઇરાંગ આવવાની પરવાનગી આપી નથી.

મણિપુર કોંગ્રેસના અધ્યક્ષ કેશમ મેઘચંદ્રએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની મોઇરાંગની મુલાકાત રદ કરવામાં આવી છે. "વહીવટીતંત્રે તેને મોઇરાંગ આવવાની પરવાનગી આપી ન હતી - ન તો માર્ગ દ્વારા કે ન હવાઈ માર્ગે. તે હિંસાથી પ્રભાવિત લોકોને માત્ર ચુરાચંદપુરમાં જ મળી શક્યા. તે ઈમ્ફાલ પરત ફરી રહ્યા છે અને ત્યાં રાત રોકાશે. તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આવતીકાલે નિર્ધારિત તેમની મુલાકાતો ચાલુ રાખી શકશે તેમ તેમણે કહ્યુ હતુ.

રાહુલ ગાંધીએ અગાઉ ટ્વિટ કર્યું હતું કે - મણિપુરને ઉપચારની જરૂર છે અને શાંતિ એકમાત્ર પ્રાથમિકતા હોવી જોઈએ. હું મણિપુરના મારા તમામ ભાઈઓ અને બહેનોને સાંભળવા આવ્યો છું. તમામ સમુદાયના લોકો ખૂબ જ આવકાર અને પ્રેમ કરી રહ્યાં છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર મને રોકી રહી છે. મણિપુરને ઉપચારની જરૂર છે. શાંતિ અમારી એકમાત્ર પ્રાથમિકતા હોવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X