Covid19 ટાસ્ક ફોર્સના ડૉક્ટરે કહ્યું- ભારતમાં સ્ટેજ 3નો પ્રારંભ, સ્થિતિ વધુ બગડશે
Covid19 ટાસ્ક ફોર્સના ડૉક્ટરે કહ્યું- ભારતમાં સ્ટેજ 3નો પ્રારંભ, સ્થિતિ વધુ બગડશે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધતા જઈ રહ્યા છે. માત્ર એક જ દિવસમાં 100થી વધુ પોઝિટિવ મામલાની પુષ્ટિ થઈ ગઈ છે. જે બાદ ભારતમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 904 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીથી 21 લોકોના મોત પણ થઈ ચૂક્યાં છે. આ દરમિયાન ભારતમાં કોરોના વાયરસ સ્ટેજ 3માં આવવાનો ડર વધી ગયો છે. ધી ક્વિન્ટના રિપોર્ટ મુજબ કોવિડ-19 હોસ્પિટલ ટાસ્ક ફોર્સના સંયોજક ડૉક્ટર ગિરધર જ્ઞાનિએ કહ્યું કે, 'આને અમે સ્ટેજ-3 કહી રહ્યા છીએ. સત્તાવાર રીતે આવું ના કહી શકીએ. આ ત્રીજા સ્ટેજની શરૂઆત છે.'

મહામારી પર રોક લગાવવા માટે આગલા 5-10 દિવસ અતિ મહત્વના
રિપોર્ટ મુજબ ડૉ ગિરધર જ્ઞાનીએ 24 માર્ચે પ્રમુખ ડૉક્ટર અને હેલ્થકેર પ્રોવાઈડર્સની એ બેઠકમાં ભાગ લીધો હતો જેની અધ્યક્ષતા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હત. ધી ક્વિંટને આપેલ ઈન્ટર્વ્યૂમાં ડૉ. ગિરધર જ્ઞાનીએ કહ્યું કે આગામી પાંચથી 10 દિવસ આ મહામારીને રોકવા માટે ઘણા મહત્વના છે કેમ કે હાલ જે લોકોમાં બીમારીને લક્ષણ નથી દેખાઈ રહ્યાં તેમનામાં પણ હવે લક્ષણો દેખાઈ શકે છે. હવે આ કોમ્યુનિટી ટ્રાન્સમિશન બની ગયો છે.

કોમ્યુનિટી ટ્રાન્સમિન શું છે?
જણાવી દઈએ કે માણસથી માણસમાં બીમારીના વધતા પ્રસારને કોમ્યુનિટી ટ્રાન્સમિશન કહેવાય છે. જે કોઈપણ બીમારી માટે મુખ્ય સંક્રમણ બિંદુ હોય ચે. આ સ્ટેજમાં મહામારી તેજીથી ફેલાય છે અને વધુમાં વધુ લોકોને પોતાના લપેટામાં લઈ લે છે. ડૉ. ગિરધર જ્ઞાનીનું કહેવું છે કે અમારી પાસે કોવિડ-19 હોસ્પિટલ બનાવવા માટે ઘણો ઓછો સમય બચ્યો છે. એવું એટલા માટે કેમ કે આગામી કોઈપણ દિવસે ભારતમાં આ બીમારીનો વિસ્ફોટ થઈ શકે છે. આની સાથે જ અમરી પાસે જરૂરી માત્રામાં પ્રિક્ષિત મેડિકલ સ્ટાફ અને કોવિડ-19 હોસ્પિટલ પણ નથી.

બધા લોકોને તપાસ નથી થઈ રહી
કોરોના વાયરસની તપાસને લઈ તેમણે કહ્યું કે સરકાર માત્ર એવા લોકોની જ તપાસ કરી રહી છે જેમાં ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફો જેવા લક્ષણો પણ દેખાઈ રહ્યા છે. જો કોઈ દર્દીમાં આમાથી એક લક્ષણ પણ દેખાય તો તેની તપાસ નથી થઈ રહી. તેમણે કહ્યું કે જો કોઈ માણસને માત્ર તાવ છે તો ડૉક્ટર કોઈ ખાનગી અથવા સરકારી હોસ્પિટલમાં જઈ ઈલાજ કરાવવાની સલાહ આપશે.












Click it and Unblock the Notifications
