લોકતંત્રના ઇતિહાસમાં પહેલીવાર નેતાનું આવું સ્વાગત!

Google Oneindia Gujarati News

વારાણસી, 24 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું સ્વાગતમાં વારાણસીના લોકો 25 કુંતલ ગુલાબની પાંખડીઓ તેમના પર વરસાવશે. ભારતના લોકતંત્ર ઇતિહાસમાં આવું સ્વાગત કદાચ પહેલા એકપણ નેતાનું કરવામાં આવ્યું નથી. ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરવા આવી ગયા છે. આ દરમિયાન તેમનો રોડ શો કમલ રથમાં કાઢવામાં આવશે. આજે વારાણસીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

નક્કી કાર્યક્રમ અનુસાર મોદી નોમિનેશન કરતા પહેલા મોદી વિશ્વનાથ મંદિર અને સંકટ મોચન મંદિરમાં દર્શન પૂજન કરવાના હતા, પરંતુ કાર્યક્રમમાં દર્શન-પૂજન સામેલ નથી. હવે તેમણે મહામના પં. મદન મોહન માલવીયા અને લોંખડી પુરુષ સરદાર પટેલની મૂર્તિઓ પર માલ્યાર્પણ કર્યા બાદ રોડ શો કર્યો છે. નદેસર ખાતે વિવેકાનંદ સ્મારકથી જનતાને સંબોધિત કર્યા બાદ નોમિનેશન કરવા માટે કલેક્ટર ઓફિસે પહોંચશે.

108 બટૂકોના આશીર્વાદ

108 બટૂકોના આશીર્વાદ

મોદી શુભકામના લેવા માટે બીએચયુ પહોંચ્યા હતા, જ્યાં 108 બટૂકો સવસ્તી વાચન કરી મોદીને આશિર્વાદ આપશે. મલદહિયા ખાતે સરદાર પટેલની પ્રતિમાએ નમન કર્યા બાદ તેમનો રથ વારાણસીના માર્ગો પર દોડશે.

કમલ રથ પર મોદી

કમલ રથ પર મોદી

મોદી માટે એક ખુલી ગાડીને ખાસ પ્રકારે સજાવવામાં આવી છે. ખુલી માળા સાથે આ રથ હજારો કમળના ફૂલોથી સજાવેલી છે. આ ઉપરાંત 25 કુંતલ ગુલાબની પાંખડીઓનો ઓર્ડર આપવામાં આવ્યો છે. માર્ગમાં મોદી સમર્થકો પાંખડીઓનો વરસાદ કરશે.

નમો સાડીમાં મહિલાઓ

નમો સાડીમાં મહિલાઓ

મોદીના રોડ શોમાં ભારત વિકાસ પરિષદના યુવા મહિલા કાર્યકત્રીઓ હશે. જેને પરિધાન સમૂહ નામ આપવામાં આવ્યું છે, આ સમૂહમાં સામેલ યુવક પારંપરિક પરિધાન કૂર્તા-પૈજામામાં હશે, જ્યારે મહિલાઓ નમો સાડીમાં આવી છે. રોડ શોમાં મોદીની ખુલી જીપ સહિત કુલ ત્રણ ગાડીઓ હશે.

અતૂટ સુરક્ષા

અતૂટ સુરક્ષા

મોદી પોતાનું ઉમેદવારી પત્ર ભરી રહ્યા હોય સુરક્ષા સંબંધિત તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ અધિકારીની ટીમે નિરીક્ષણ કરીને સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી છે. એસપી સિટી રાહુલ રાજે જણાવ્યું છેકે મોદીના કાર્યક્રમના આખા માર્ગે સુરક્ષા દળો સાથે એસટીએફ, એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ રહેશે. ગીચતાવાળા વિસ્તારોમાં છતો પરથી નજર રાખવામાં આવી રહી છે.

English summary
BJP's prime ministerial candidate Narendra Modi welcomes people of Varanasi Brsaange 25 quintals of rose petals on them . In the history of Indian democracy reception Yika is probably not any leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X