એ મોદી નથી, એ પાગલ મોદી છે, લોકો તેને પાગલ કહે છે-અધિર રંજન ચૌધરી
કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી મનફાવે તેના નિર્ણયો લઈને લોકોને પરેશાન કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત લોકોને પરેશાન કરતો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારે 2 હજારની નોટ પાછી ખેંચતા તે હવે વિપક્ષના નિશાને છે.
હાલમાં જ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરાઈ છે. હવે આ નિર્ણયને લઈને વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાનના ગમે તેવા નિર્ણય માટે પાગલ ગણાવ્યા છે.

અધીર રંજન ચૌધરીને બંગાળના મુર્શિદાબાદમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન 2000 રૂપિયાની નોટ અંગે પ્રશ્ન કરાયો હતો. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, તે મોદી નથી, પાગલ મોદી છે. લોકો તેમને પાગલ મોદી કહે છે.
બીજી તરફ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ બંગાળના સીએમ મમતા બેનર્જીને મળ્યા હતા. આના પર પણ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બંને પક્ષોનો ઉદ્દેશ્ય કોંગ્રેસને ખતમ કરવાનો છે, જેથી તેઓ પોતે આગળ વધી શકે.
અહીં અધીર રંજન ચૌધરીએ બીજેપી સાંઠગાંઠનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યુું કે, ટીએમસીના નેતાઓ ક્યારેય બીજેપી વિરુદ્ધ બોલતા નથી. કેજરીવાલ અને ટીએમસીના સારા સંબંધ છે પરંતુ તે બીજેપી સામે લડવા માંગતા નથી.
અહીં અધીર રંજન ચૌધરીએ હિન્દુત્વને લઈને પણ પ્રહારો કર્યા અને કહ્યું કે, એક તરફ બીજેપીનું ચૂંટણી ચિન્હ ભગવાન રામ છે તો બીજી તરફ કેજરીવાલનું શ્રી હનુમાન. હિન્દુત્વની આ હરીફાઈમાં મમતા બેનર્જી પણ સામેલ છે. તે દુર્ગા પૂજા માટે 50 હજાર રૂપિયા આપે છે. ત્રણેય સૌથી મોટો હિંદુ કોણ છે તે સાબિત કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. ત્રણેય વચ્ચે ગરમા-ગરમ ઠંડા સંબંધો છે અને તેમનો ઉદ્દેશ્ય કોંગ્રેસને હટાવવાનો છે.
જો કે આ પહેલી વખત નથી જ્યારે અધીર રંજન ચૌધરીએ પ્રહારો કર્યા હોય, આ પહેલા પણ તે આવા પ્રહાર કરી ચુક્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઘુષણખોર છે. તે ખુદ ગુજરાતથી દિલ્હી આવ્યા છે. ભારત બધા માટે છે પરંતુ બન્ને મુસ્લિમોમાં ડર પેદા કરી રહ્યા કે તેમને બહાર ફેંકી દેવાશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
