• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હેલિકોપ્ટર ગોટાળામાં ઇટલીએ ભારતને આપ્યો ઝટકો

|
chopper
નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી: હેલિકોપ્ટર ઘોટાળામાં ભારતને આજે ઝટકો લાગ્યો છે. ઇટલીની એક કોર્ટે કેસ સાથે જોડાયેલી માહિતી અને દસ્તાવેજ ભારતને આપવાનો ઇનકાર કરી દીધો. જોકે જજે જણાવ્યું કે તપાસ હજી શરૂઆતી ચરણમાં હોવાથી આ મામલા અંગેના દસ્તાવેજ માત્ર આરોપીઓ અને તેમના વકીલોને જ સોંપી શકાશે. જોકે ભારતની માંગ ઉપર પણ વિચાર કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.

અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાની તપાસનું કામકાજ હવે ઝડપ પકડી રહ્યું છે અને આ મામલામાં જાણકારી ભેગી કરવા માટે સીબીઆઇ અને ડિફેન્સ મીનીસ્ટ્રીની જોઇન્ટ ટીમ આવતીકાલે આ મામલે તપાસ કરવા માટે ઇટલી જવા માટે રવાના થશે. આ ઉપરાંત આ ગોટાળો બહાર આવવાની સાથે જ સરકારે આ સોદો રદ કરવાની કવાયત શરૂ કરી દીધી છે.

સીબીઆઇએ ગઇકાલે એક પત્ર મોકલાવીને ઇટલી સરકાર પાસે જાણકારી માગી હતી, જ્યારે ગુરુવારે ફિનમેક્કનિકા કંપની પાસે માંગવામાં આવેલી જાણકારીનો જવાબ

હજી સુધી નથી આવ્યો. સીબીઆઇ ઓફિસર શુક્રવારે રક્ષા મંત્રાલયના અધિકારીઓને મળ્યા હતા. રક્ષા મંત્રાલય પણ આ સોદો રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી ચૂક્યા છે, બીજી બાજુ સંસદીય કાર્યમંત્રી કમલનાથે સંકેત આપ્યા છે કે સરકાર સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીની તપાસ માટે પણ તૈયાર થઇ શકે છે. તેમના જણાવ્યા અનુસાર સરકાર આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે.

ભારતે ઇટલીની કંપની ફિનમેક્કનિકા કંપની સાથે 12 અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદવાનો વર્ષ 2010માં 36,00 કરોડમાં કરાર કર્યો હતો, જેમાંથી ત્રણ હેલિકોપ્ટરની ડિલીવરી થઇ ચૂકી છે અને આના માટે કંપનીને 30 ટકા રકમની ચૂકવણી પણ કરી દીધી છે.

English summary
Italian court rejects India's request for chopper probe details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more