મરિન વિવાદ બાદ ઇટલીના વિદેશમંત્રીએ આપ્યું રાજીનામું

બંને મરિન્સ પર ગત વર્ષે ફેબ્રુઆરીમાં કેરલ સમુદ્ર કિનારે બે ભારતીય માછીમારોની હત્યા કરી હોવાના આરોપો છે. પહેલાં ઇટલીએ બંને મરિન્સને પાછા મોકલવાના આશ્વાસનની ફરી ગયું હતું પરંતુ ત્યારબાદ જ્યારે ભારત સરકાર અને ત્યાંની કોર્ટે દબાણ વધાર્યું અને ભારત સરકારે રોમ સાથે સંબંધો ઘટાડવાની ચેતાવણી આપી ત્યારે તેને પાછી પાની કરી લીધી. ઇટાલી સંવાદ સમિતિ એએનએસએના અનુસાર 66 વર્ષીય ટૈરેજીએ સંસદમાં પોતાના રાજીનામાની જાહેરાત કરી.
તેમને કહ્યું હતું કે મરિન્સને પરત મોકલવાના નિર્ણયથી પેદા થયેલા વિવાદના મુદ્દે હું રાજીનામું આપું છું. મેં જે વાત કહી હતી તેની આ નિર્ણય પર કોઇ અસર થઇ નથી. ટૈરેજીએ કહ્યું હતું કે હું રાજીનામું આપી રહ્યો છું કારણ કે 40 વર્ષ સુધી એ વાત પર કાયમ રહ્યો છું અને હાલપણ કાયમ છું કે દેશ, સશસ્ત્રબળો અને ઇટાલી રાજનયની પ્રતિષ્ઠા સુરક્ષિત રાખવામાં આવે. તેમને કહ્યું હતું કે મારી આપત્તિનો આ નિર્ણય પર કોઇ અસર નથી અને નિર્ણય મારો નથી. મારો અવાજને અવગણના કરવામાં આવી.
તેમને કહ્યું હતું કે હું મારા બંને મરિન્સ અને તેમના પરિવાર સાથે છું. જો કે રક્ષા મંત્રી જિયામપાઓલો ડિ પાઓલાએ કહ્યું હતું કે તે રાજીનામું આપશે નહી પરંતુ તે મરિન્સની સાથે છે. ઇટાલીયન મરિન્સ 22 માર્ચના રો જ સેનાના વિશેષ વિમાન દ્રારા ઇટાલીના ઉપ વિદેશમંત્રી સ્ટેફન ડિ મિસ્ટૂરાની સાથે દિલ્હી પરત ફર્યા હતા. આ પહેલાં ભારતે ઇટાલીએ આશ્વાસન આપ્યું હતું કે તેમને મોતની સજાનો સામનો કરવો નહી અને ના તો તેમની ધરપકડ કરવામાં આવે. આ સાથે જ બંને દેશો વચ્ચે 11 દિવસોથી ચાલુ રાજનૈતિક વિવાદનો અંત આવી ગયો છે.
વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે આ વાતની મનાઇ કરી હતી કે બંને મરિન્સને પરત લાવવા માટે સોદો થયો છે પરંતુ ભારત સરકાર ઇટલીને સ્પષ્ટ કર્યું છે કે આ મુદ્દે મોતની સજા નહી થાય.












Click it and Unblock the Notifications
