બાલાકોટની સચ્ચાઈ સામે લાવનાર ઈટલીની પત્રકારે અમિત શાહની મદદ માંગી

બાલાકોટની સચ્ચાઈ સામે લાવનાર ઈટલીની પત્રકારે અમિત શાહની મદદ માંગી

નવી દિલ્હીઃ ઈટલીની પત્રકાર ફ્રાંસેસ્કા મારીનોએ વારાણસી પોલીસની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા ગૃહમંત્રી અમિત શાહને આ મામલે ધ્યાન આપવા કહ્યું. મારીનોએ વારાણસીમાંથી દત્તક લીધેલ પોતાના દીકરાની પત્નીની ફરિયાદ કરતા આ ટ્વીટ કર્યું છે. મારીનોએ કહ્યું કે વારાણસી પોલીસ અને ઉચ્ચઅધિકારીઓની કાર્યશૈલી બહુ ખરાબ છે. પોતાના ટ્વીટમાં તેમણે કેન્દ્રી મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ ટેગ કર્યાં. આટલીની આ પત્રકાર પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં 170 આતંકીઓ મૃત્યુ પામ્યા હોવાનો દાવો કરી ચર્ચામાં આવી હતી.

શું છે મારીનોની ફરિયાદ

ફ્રાંસેસ્કા મારીનોએ બુધવારે સાંજે ટ્વીટ કરી વારાણસી પોલીસની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા. ફ્રાંસેસ્કોએ જણાવ્યું કે વારાણસીના એક પરિવારના બે બાળકો રામ અને સંધ્યાને દત્તક લીધા હતા. તે આમને ઈટલી લઈ ગઈ. કેટલાક સમય પહેલા રામે વારાણસીમાં લગ્ન કર્યાં. જે બાદ તેની પત્નીએ ઈટલી જવાની ના પાડી દીધી. બાદમાં તેનો પરિવાર 2 લાખ રૂપિયા લઈ તલાક આપવાની વાત કહેવા લાગ્યો પરંતુ બાદમાં તેનાથી પણ ઈનકાર કરી દીધો.

મામલો ખતમ કરવા પોલીસે લાંચ માંગી હોવાનો આરોપ

ઈટલીની પત્રકારે કહ્યું કે રામને સતત પરેશાન કર્યો તો તેણે ભેલૂપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પરંતુ પોલીસે રામ સાથે દુર્વ્યવહાર કર્યો અને લાંચ માંગી. તેમનું કહેવું છે કે એસએસપીને ફરિયાદ કરી તો તેમણે પણ રામની પત્નીના પિયરવાળાઓનો જ પક્ષ લીધો. સમગ્ર મામલે હવે પત્રકારે બે કેન્દ્રીય મંત્રીઓની મદદ માંગી છે. જ્યારે એસએસપી આનંદ કુલકર્ણીનું કહેવું છે કે આ મામલો તેમની જાણકારીમાં આવ્યો જ નથી. પત્રકારના ટ્વીટને જોઈ તેમને કહેવામાં આવ્યું કે તે અમારા સીયૂજી નંબર પર સંપર્ક કરે અથવા કોઈને ઑફિસે મોકલે જેથી ઉચિત કાર્યવાહી કરાવી શકાય.

બાલાકોટ સ્ટ્રાઈક પર દાવો કર્યો હતો

બાલાકોટ સ્ટ્રાઈક પર દાવો કર્યો હતો

ઈટલીની જર્નલિસ્ટ ફ્રાંસેસ્કો મારીનાએ પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાને બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ જે હુમલો કર્યો હતો તેમાં જૈશના 170 આતંકીઓ મૃત્યુ પામ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 45 લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને મિલિટ્રી કેમ્પ્સમાં તેમનો ઈલાજ થયો. બાલાકોટ સ્ટ્રાઈકમાં પાકિસ્તાનને કોઈ નુકસાન ન થયું હોવાની વાત પણ કહી હતી, જેના પર મારીનોએ આ રિપોર્ટ કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X