For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ITBPના જવાનોએ 14 હજાર ફૂટ ઉંચાઈ પર લહેરાવ્યો તિરંગો

ભારત-તિબેટ સીમા પોલિસ(આઈટીબીપી)ના જાંબાઝ જવાનોએ 14 હજાર ફૂટની ઉંચાઈ પર તિરંગો ફરકાવ્યો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશભરમાં આજે 74મો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. શનિવારે સવારે લગભગ 7 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્લી સ્થિત લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવી દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી. આજના દિવસે દેશના અલગ અલગ ભાગોમાં ધ્વજવંદનના કાર્યક્રમ કરવામાં આવ્યા. આ પ્રસંગે ભારત-તિબેટ સીમા પોલિસ(આઈટીબીપી)ના જાંબાઝ જવાનોએ 14 હજાર ફૂટની ઉંચાઈ પર તિરંગો ફરકાવ્યો. આ દરમિયાન લદ્દાખના પહાડી વિસ્તાર 'ભારત માતાની જય'ના નારા ગૂંજી ઉઠ્યા.

14 હજાર ફૂટની ઉંચાઈ પર તિરંગો લહેરાવ્યો

14 હજાર ફૂટની ઉંચાઈ પર તિરંગો લહેરાવ્યો

ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક દિવસોથી લદ્દાખના સીમાવર્તી વિસ્તારોમાં ચીન સાથે વધેલા તણાવ માટે વાસ્તવિક નિયંત્રણ રેખા(એલઓસી) તનાતનીની સ્થિતિ બનેલી છે. આ દરમિયાન લદ્દાખમાં 14 હજાર ફૂટની ઉંચાઈ પર તિરંગો લહેરાવીને ભારતીય જવાનોએ દુશ્મનને એ સંદેશ આપી દીધો છે કે ભારત પોતાની સંપ્રભુતા સાથે કોઈ પણ સમજૂતી નહિ કરે. તમને જણાવી દઈએ કે આઈટીબીપીના જવાનોએ લદ્દાખના જવાનોને લદ્દાખના પેંગોંગ ત્સો નદીના તટ પર તિરંગો લહેરાવીને સ્વતંત્રતા દિવસ 2020ની ઉજવણી કરી.

ભારતમય થયુ લદ્દાખ

તમને જણાવી દઈએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈટીબીપીના જવાનોએ લદ્દાખમાં ચીન પાસેના સીમાવર્તી વિસ્તારો પર તિરંગો લહેરાવ્યો છે. જવાનોએ લદ્દાખમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા કે તેની ગૂંજ ચીની સૈનિકો સુધી પણ પહોંચી. આઈટીબીપીના જવાનોએ તિરંગા અને આઈટીબીપીના ઝંડાના લહેરાવ્યો. લદ્દાખના પેંગોંગ ત્સો નદીના તટ પર ભારતીય સેનાના જવાનોએ તિરંગાને સલામી પણ આપી.

આમ કરનાર મોદી પહેલા બિન-કોંગ્રેસી પીએમ

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુ એક વાર સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાથી દેશની જનતાને સંબોધિત કરી. પીએમ મોદીએ તિરંગો લહેરાવ્યો અને દેશના નામે પોતાનુ સંબોધન કર્યુ. તે હવે દેશના પહેલા એવા બિન કોંગ્રેસી પીએમ છે જેમના નામ લાલ કિલ્લા પર સૌથી વધુ વાર તિરંગો લહેરાવ્યો છે. આમ કરતા જ તે દેશના પહેલા એવા પીએમ બની ગયા જે કોંગ્રેસ પાર્ટીથી નથી. તેમની પહેલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પર આ રેકોર્ડ નોંધ્યુ હતુ. વાજપેયીએ છ વાર લાલ તિરંગો લહેરાવ્યો હતો. પીએમ મોદીનો પહેલો કાર્યકાળ 26 મે 2014ના રોજ શરૂ થયો અને તેમણે દેશના 14માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા.

National Digital Health Mission ની આજથી શરૂઆત, નવી ક્રાંતિ આવશેઃ મોદીNational Digital Health Mission ની આજથી શરૂઆત, નવી ક્રાંતિ આવશેઃ મોદી

English summary
ITBP jawans Flag hoisting at 14000 feet height Ladakh on 74th independence day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X