For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICMRનો નિર્ણય - કોરોના દર્દીઓને હવે નહિ આપવામાં આવે Ivermectin અને HCQ દવા

કોરોના વાયરસના ઈલાજમાં વપરાતી દવાઓ પર નેશનલ ટાસ્ક ફોર્સે મોટો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસના ઈલાજમાં વપરાતી દવાઓ Ivermectin અને Hydroxychloroquine(HCQ) પર હવે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ(ICMR)ની કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સે મોટો નિર્ણય લીધો છે. શુક્રવારે આઈસીએમઆર ટાસ્ક ફોર્સ તરફથી માહિતી આપવામાં આવી કે હવે કોરોના સંક્રમિત લોકોને અપાતી આ બંને દવાઓ ઉપયોગમાં લેવામાં નહિ આવે, તેને ગાઈડલાઈનથી બહાર કરી દેવામાં આવી છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે કોવિડ સામે Ivermectin અને HCQ દવાઓના કોઈ પુરાવા મળ્યા નથી.

corona vaccine

મીડિયા રિપોર્ટ મુજબ કોરોના સંક્રમિત વયસ્ક રોગીઓને અપાતી દવા આઈવરમેક્ટિન અને એચસીક્યુને પ્રોટોકૉલથી બહાર કરી દેવામાં આવી છે. આ પહેલા ભારતમાં કોરોના સામે આ દવાનો ખૂબ ઉપયોગ થતો હતો. ડૉક્ટરો પણ દર્દીઓને આ દવા પ્રિસ્ક્રાઈબ કરતા હતા. આઈવરમેક્ટિન પર વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ) પણ સવાલ ઉઠાવી ચૂક્યુ છે. જો કે હવે કોરોના સામે પ્રભાવકારી ન હોવાના કારણે આઈસીએમઆરે તેના પર રોક લગાવી દીધી છે.

ધ ઈકોનૉમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ આઈસીએમઆરમાં મહામારી વિજ્ઞાન અને સંક્રામક રોગોના પ્રમુખ સમીરન પાંડાએ જણાવ્યુ કે કોરોના દર્દીઓના ઈલાજમાં ઉપયોગમાં લેવાતી આ દવાઓ પ્રભાવી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે આગળ કહ્યુ, 'ઘણી બધી ચર્ચાઓ થઈ અને વિશેષજ્ઞ છેવટે એ પરિણામ પર પહોંચ્યા કે બંને દવાઓની પ્રભાવશીલતા સાબિત કરતા પૂરતા પુરાવા નથી અને માટે તેમણે કોવિડ-29ના દર્દીઓને અપાતી આ દવાઓના દૈનિક ઉપયોગને લિસ્ટમાંથી હટાવવાનો નિર્ણય કર્યો.'

મે, 2021માં આપવામાં આવ્યા હતા નિર્દેશ

આ પહેલા મેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણના આરોગ્ય સેવા મહાનિર્દેશાલય(ડીજીએચએસ)એ કોવિડ-19 ઈલાજથી ઘણી અન્ય દવાઓ સાથે-સાથે આઈવરમેક્ટિન અને એસચીક્યુના ઉપયોગને રોકવા માટે વ્યાપક દિશાનિર્દેશ જાહેર કર્યા હતા. જો કે આ દરમિયાન આઈસીએમઆરે દિશાનિર્દેશોનુ સમર્થન નહોતુ કર્યુ કારણકે આ મામલે DGHS અને ICMRના વિશેષજ્ઞો વચ્ચે મતભેદો હતા.

English summary
Ivermectin and HCQ medicine will no longer be given to corona patients
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X