બડગામમાં સુરક્ષાબળોએ બે આતંકીને ઠાર માર્યા, એન્કાઉન્ટર ચાલુ

જમ્મુ કાશ્મીરના બડગામમાં આ સમયે આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.

જમ્મુ કાશ્મીરના બડગામમાં આ સમયે આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બડગામના જિનપંચલમાં સેના અને સુરક્ષાબળોને ત્રણથી ચાર આતંકીઓ સંતાયા હોવાની જાણકારી મળી હતી. લેટેસ્ટ ખબર અનુસાર બે આતંકીઓ ઠાર માર્યાની ખબર આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓ અહીં ચારી મસ્જિદમાં સંતાયા હતા. સુરક્ષાબળોએ મસ્જિદને ચારે તરફથી ઘેરી લીધી.

આ પણ વાંચો: સાઢા ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 838 આતંકીઓની મૌત: સરકાર

જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ જોઈન્ટ ટીમ શામિલ

જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ જોઈન્ટ ટીમ શામિલ

આ એન્કાઉન્ટરમાં સેનાની 53 રાષ્ટ્રીય રાઇફલ સહીત જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ જોઈન્ટ ટીમ શામિલ છે. આ એન્કાઉન્ટરમાં હજુ વધારે જાણકારીની રાહ જોવાઈ રહી છે. સુરક્ષાબળોને અહીં ઇન્ટેલિજન્સ મળ્યા પછી કાંસો લોન્ચ કરવામાં આવ્યું. સર્ચ ઓપટ્રેશન દરમિયાન સુરક્ષાબળો પર ફાયરિંગ થઇ અને જોતજોતામાં સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં બદલાઈ ગયું.

બરફવર્ષા વચ્ચે આ એન્કાઉન્ટ ચાલુ

સેન્ટ્રલ કાશ્મીરમાં આ વર્ષનું પહેલી એન્કાઉન્ટર છે. પોલીસ ઘ્વારા જણાવ્યા અનુસાર જેવી સુરક્ષાબળો પર ફાયરિંગની સૂચના મળી તેની સાથે જ વધારે સંખ્યામાં જવાનોને મોકલવામાં આવ્યા. વિસ્તારમાં ઉંચી ઉંચી પહાડીઓને કારણે આતંકીઓને સંતાવવામાં મદદ મળી. કાશ્મીર ઘાટીમાં ભારે વરસાદ અને બરફવર્ષા વચ્ચે આ એન્કાઉન્ટ ચાલુ છે.

પોલીસ પાર્ટી પર ગ્રેનેડ હુમલો

પોલીસ પાર્ટી પર ગ્રેનેડ હુમલો

આ પહેલા જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ગુરુવારે આતંકીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડ ઘ્વારા હુમલો કર્યો હતો, જેમાં 4 લોકો ઘાયલ થયા છે. આતંકીઓ ઘ્વારા કાલે ઝીરો બ્રિજ પાસે પોલીસ પાર્ટી પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક એસઆઈ અને બે કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X