
જમ્મુ કાશ્મીરમાં સામાન્ય થઈ રહી છે સ્થિતિ, શાંતિથી ઉજવાશે ઈદઃ રાજ્યપાલ
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે શુક્રવારે શ્રીનગરમા રાવલપોરા, રામબાગ, જવાહરનગર, સોનવાર અને રાજબાગ સહિત ઘણા વિસ્તારોની મુલાકાત લીધી. રાજ્યપાલે વિવિધ વિસ્તારોમાં ખુલેલી ઉચિત મૂલ્યોની દુકાનોમા રાશનની આપૂર્તિની પણ ચકાસણી કરી. ત્યારબાદ શુક્રવારે સાંજે એક પ્રેસ કૉન્ફરન્સ આયોજિત કરીને સત્યપાલ મલિકે રાજ્યની સ્થિતિ વિશે ઘણી માહિતી શેર કરી.
રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ એ અંગે લોકોને આશ્વાસન આપ્યુ કે ઘાટીમાં શાંતિ સાથે ઈદ મનાવવામાં આવશે. ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે. લોકોને મળી રહેલી સુવિધાઓની સમીક્ષા થશે. તેમણે જણાવ્યુ કે હોસ્પિટલો પાસે દવાઓનો પૂરતો ભંડાર છે અને દર્દીઓને દરેક સંભવ આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. શ્રીનગરમાં ટીઆસી, હોસ્પિટલો અને અન્ય સાર્વજનિક સ્થળોએ લંગર ચાલી રહ્યા છે.
Jammu and Kashmir Governor, Satya Pal Malik: PM Modi's speech has had a calming effect. The situation is peaceful. Relaxations will be given before and on Eid. The festival will be celebrated in a proper manner. pic.twitter.com/iPu1pB5mIf
— ANI (@ANI) 9 August 2019
રાજ્યપાલે માહિતી આપતા કહ્યુ કે ઈદ માટે 2.5 લાખ ભેડ-બકરી અને 30 લાખ મુરઘીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમારી પાસે રાશનનો બે મહિનાનો સ્ટૉક છે. પેટ્રોલ, ડીઝલ અને નિયમિત એલપીજીની આપૂર્તિનો પૂરતો ભંડાર છે. વિજળી, પાણી અને સ્વચ્છતા જેવી જરૂરી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે 1600 કર્મચારી ફરજ પર છે. કાશ્મીરમાં 10,000 લોકો ફરજ પર કામ કરી રહ્યા છે. મોટાભાગની બેંકોના એટીએમ ચાલુ છે. અમે દૈનિક વેતન મેળવતા કામદારોને એડવાન્સ વેતન આપ્યુ છે.
આ પણ વાંચોઃ ગુજરાતઃ નડિયાદમાં પુનરેશ્વર એપાર્ટમેન્ટ ધરાશાયી, 4ના મોત, 6 દબાયા હોવાની આશંકા
રાજ્યપાલે જણાવ્યુ કે પીએમ મોદીએ દેશના નામે સંબોધનથી ઘણો સારો પ્રભાવ પાડ્યો છે. સ્થિતિ શાંતિપૂર્ણ છે. ઈદ પહેલા અને બાદમાં છૂટ આપવામાં આવશે. જેથી લોકો તહેવારને યોગ્ય રીતે મનાવી શકે. સમાચાર મુજબ તેમણે એ પણ કહ્યુ કે રાજ્યમાં ઈદ શાંતિથી મનાવવામાં આવશે. ઘાટીમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. લોકો હેરાન નથાય તેનુ ધ્યાન રાખવામાં આવશે. 40થી 50 ટકા લોકોમાં સ્થિતિ સારી થઈ રહી છે. હજુ સુધી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના બની નથી.