For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

J&K: LOC પર પુંછ જિલ્લામાં પાકિસ્તાન તરફથી ભારે ફાયરિંગ, બેના મોત

પાકિસ્તાન તરફથી શુક્રવારે એક વાર ફરીથી નિયંત્રણ રેખા (એલઓસી) પર ફાયરિંગ કરીને યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન તરફથી શુક્રવારે એક વાર ફરીથી નિયંત્રણ રેખા (એલઓસી) પર ફાયરિંગ કરીને યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી ઈન્ડિયન આર્મીની પોસ્ટ્સને નિશાન બનાવીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. શુક્રવારે સવારે 11 વાગે અચાનક જ પાકે પુંછના ગુલપુર સેક્ટરમાં ફાયરિંગ શરૂ કરી જેમાં સેનાના બે પોર્ટરોના મોત નીપજ્યા છે.

j&K

ઘાયલોનો ઈલાજ

રાજૌરીમાં ગુલપુરના ગામ કસલિયામાં ફાયરિંગના કારણે ગામ લોકો ભયભીત થઈ ગયા. પાકિસ્તાન તરફથી થયેલી આ ફાયરિંગમાં સેનાના પાંચ પોર્ટર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. જેમાંથી જણાવવામાં આવી રહ્યુ છે કે બે પોર્ટરોના મોત નીપજ્યા છે. બેની હાલત ગંભીર છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. જ્યારે એકને સામાન્ય ઈજા થઈ છે. ઘાયલોનો ઈલાજ રાજૌરીની જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. સેના તરફથી પાકની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. સૂત્રોની માનીએ તો સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની પોસ્ટને ઘણુ નુકશા થયુ છે. ઘણા પાક સૈનિકો ઘાયલ થયાની પણ આશંકા છે.

આ પણ વાંચોઃ રેપ કેસમાં સતત ત્રીજા વર્ષે મધ્ય પ્રદેશ પહેલા સ્થાન પરઆ પણ વાંચોઃ રેપ કેસમાં સતત ત્રીજા વર્ષે મધ્ય પ્રદેશ પહેલા સ્થાન પર

English summary
J&K: Unprovoked mortar shelling by Pakistan along LoC in Gulpur Sector, Poonch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X