For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSFના આસિસ્ટંટ કમાન્ડન્ટને આંતકીઓએ આપી હત્યાની ધમકી

જમ્મુના રહેવાસી નબીલ અહમદ વાનીએ ગત વર્ષે બીએસએફ સહાયક કમાંડન્ટ(વર્ક્સ)ની અખિલ ભારતીય પરીક્ષામાં ટોપ કર્યું હતું.

By Shachi
|
Google Oneindia Gujarati News

કાશ્મીર ઘાટીમાં લેફ્ટિનેન્ટ ઉમર ફૈયાઝની હત્યા બાદ હવે આંતકીઓની હિંમત વધતી જણાઇ રહી છે. તેમણે બીએસએફમાં આસિસ્ટંટ કમાંડન્ટ તરીકે નિમણૂક થયેલ અને પરીક્ષાના ટોપરને હત્યાની ધમકી આપી છે. આતંકીઓએ તેમને ધમકી આપતાં કહ્યું કે, ક્યાં તો તે બીએસએફની નોકરી છોડી દે અને નહીં તો મરવા માટે તૈયાર રહે. આ કાશ્મીરી ટોપરનું નામ છે નબીલ અહમદ વાની, જે હાલ આસિસ્ટંટ કમાંડન્ટના પદ પર છે. તેમણે સરકારને આ અંગે પત્ર લખી જાણકારી આપી છે, તેમની સાથે જ તેમની બહેનને પણ આતંકીઓ તરફથી ધમકી આપવામાં આવી છે.

nabeel ahmed wani

કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધીને લખ્યો પત્ર

જમ્મુના રહેવાસી નબીલ અહમદ વાનીએ ગત વર્ષે બીએસએફ સહાયક કમાન્ડન્ટ(વર્ક્સ)ની અખિલ ભારતીય પરીક્ષામાં ટોપ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, તેમની બહેન ચંડીગઢમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી છે અને ત્યાં એક હોસ્ટેલમાં રહે છે, પરંતુ હવે કોલેજ પ્રશાસન તેમને બીજે ક્યાંક સ્થળાંતરિત કરવા માંગે છે.

નબીલ અહમદ વાનીએ કેન્દ્રિય મહિલા તથા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીને આ અંગે રવિવારે(14 મે)ના રોજ પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કેન્દ્રિય મંત્રીને પોતાની બહેન નિદા રફીક માટે છાત્રાવાસ ઉપલબ્ધ કરાવવાની અરજી કરી હતી. ગ્વાલિયર પાસે સ્થિત ટેકનપુરમાં બીએસએફ પ્રશિક્ષણ અકાદમીથી ફોન કરીને વાનીએ જણાવ્યું કે, મારી બહેનને એ વાતની ચિંતા છે કે કાશ્મીરી હોવાને કારણે તેને ક્યાંય રહેવાનું સ્થાન નહીં મળે. આ વ્યક્તિગત મામલો હોવાથી હું આમાં બીએસએફને શામેલ કરવા નથી માંગતો. આથી મેં મંત્રીને પત્ર લખ્યો છે.

{promotion-urls}

English summary
J&K youth who topped BSF exam alleges terrorists threatening him, his sister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X