જગદીપ ધનખડના રાજીનામા બાદ હવે ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? આ નામ ચર્ચામાં?
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ૨૧ જુલાઈS સ્વાસ્થ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરાયેલા રાજીનામામાં તેમણે બંધારણના અનુચ્છેદ ૬૭ (એ) નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને ડોક્ટરની સલાહનું પાલન કરતા હું તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે રાજીનામું આપું છું.

ધનખડનું રાજીનામું સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતાની સાથે જ આવ્યું છે. તેમના રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિનું પદ અને રાજ્યસભાનુ અધ્યક્ષ પદ ખાલી પડ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં એક મહત્વપૂર્ણ ચૂંટણીની શક્યતા છે.
૭૪ વર્ષીય જગદીપ ધનખડે ૨૦૨૨ માં ઉપરાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યો હતો અને તેમનો કાર્યકાળ ૨૦૨૭ સુધીનો હતો, પરંતુ તેમણે કાર્યકાળ પૂરો થવાના બે વર્ષ પહેલા જ રાજીનામું આપી દીધું છે.
ધનખડના રાજીનામા સાથે, ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડી ગયું છે, જે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે પણ કાર્ય કરે છે. માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગીમાં ભારતીય જનતા પાર્ટી એક મોટો રાજકીય દાવ રમી શકે છે.
ભાજપના નેતૃત્વ હેઠળની NDA સરકાર પાસે ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે પૂરતો બહુમત છે. આ સ્થિતિમાં વે સૌની નજર એ વાત પર ટકેલી છે કે ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદ પર કોનું નામ પ્રસ્તાવિત કરશે. ધનખડના રાજીનામા બાદ ઘણી અટકળો ચાલી રહી છે.
મીડિયામાં પાર્ટી સૂત્રોના હવાલાથી આવેલા સમાચારો અનુસાર, નવા ઉપરાષ્ટ્રપતિના નામ પર જુદા જુદા રાજ્યોના રાજ્યપાલ, સંગઠનના અનુભવી નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે.
ભાજપના એક વરિષ્ઠ નેતાના મતે, ભાજપ આ પદ માટે એવા વ્યક્તિની પસંદગી કરશે જે અનુભવી, લોકપ્રિય હોવા ઉપરાંત જેના નામ પર કોઈ વિવાદ ન હોય.
સૂત્રો અનુસાર, વર્ષ ૨૦૨૫ ના અંતમાં બિહારમાં ચૂંટણી યોજાવાની છે, તેથી જનતા દળ (યુનાઈટેડ) ના સાંસદ અને રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહને પણ ઉપરાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે.
હરિવંશ નારાયણ સિંહ ૨૦૨૦ થી આ પદ પર છે અને તેમને NDA સરકારનો વિશ્વાસ પ્રાપ્ત માનવામાં આવે છે. આ ઉપરાંત, રાજનાથ સિંહ, તમિલસાઈ સુંદરરાજન, સુકાંત મજુમદારના નામ પણ આ પદ માટે ચર્ચાઈ રહ્યા છે, જ્યારે રાજકીય નિષ્ણાતો માને છે કે આ ખુરશી માટે કોઈ ચોંકાવનારું નામ પણ સામે આવી શકે છે કારણ કે ભાજપ આવી રાજનીતિમાં માહેર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
