For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન મીડિયાનો દાવો, અઝહર મસૂદ જીવિત છે

પાકિસ્તાની મીડિયા દાવો કરી રહી છે કે આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદનો મુખ્યા અઝહર મસૂદ જીવિત છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાની મીડિયા દાવો કરી રહી છે કે આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદનો મુખ્યા અઝહર મસૂદ જીવિત છે. પાકિસ્તાની મીડિયાએ અઝહર મસૂદના નજીકના સૂત્રોના હવાલેથી આ ખબર લખી છે અને કહ્યું છે કે અઝહર મસૂદ જીવિત છે. પાકિસ્તાની ન્યુઝ ચેનલ જિયો ઉર્દુ ન્યુઝ ઘ્વારા પણ અઝહર મસૂદની મૌતની ખબરને અફવાહ ગણાવીને દાવો કરવામાં આવ્યો છે કે અઝહર મસૂદ જીવિત છે.

masood azhar

આપને જણાવી દઈએ કે કાલે ખબર આવી હતી કે લાંબા સમયથી બીમાર ચાલી રહેલા અઝહર મસૂદની હોસ્પિટલમાં મૌત થઇ ગઈ. પરંતુ પાકિસ્તાની મીડિયા આ ખબરને ખોટી ગણાવી રહી છે. રવિવારે આ સમાચાર સોશ્યિલ મીડિયા પર વાયરલ થયા હતા કે રાવલપિંડીના મિલિટરી હોસ્પિટલમાં અઝહર મસૂદને દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ઉપચાર દરમિયાન તેની મૌત થઇ ગઈ પરંતુ પાકિસ્તાની મીડિયા આ ખબરને ખોટી ગણાવી રહી છે.

આ પણ વાંચો: એર સ્ટ્રાઇક: નજરે જોનારાઓએ પાકિસ્તાનની પોલ ખોલી નાખી

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી અને સંસદ હુમલાના મુખ્ય આરોપી અઝહર મસૂદના જીવિત હોવાની કોઈ પણ આધિકારિક પુષ્ટિ નથી કરવામાં આવી. પાકિસ્તાની મીડિયા ઘ્વારા અઝહર મસૂદના પરિવારના નજીકના લોકોના હવાલેથી તેના જીવિત હોવાની વાત કહી છે. જયારે પાકિસ્તાની સરકાર અઝહર મસૂદના મૌત પર ચુપ્પી સાંધીને બેઠા છે. પાકિસ્તાની સરકારના સૂચના મંત્રી ફવાદ ચૌધરી પણ અઝહર મસૂદની મૌતના મીડિયા રિપોર્ટના દાવા પર ચૂપ રહ્યા છે.

આ પણ વાંચો: બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણે એર સટ્રાઈકની પુષ્ટિ, રડાર પર તસવીર કેદ

English summary
Jaish e mohammed chief masood azhar is not dead says pak media report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X