એર સ્ટ્રાઇક: નજરે જોનારાઓએ પાકિસ્તાનની પોલ ખોલી નાખી
પુલવામાંમાં થયેલા આતંકી હુમલા પછી 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકી અડ્ડાઓ પર બૉમ્બ વરસાવ્યા.
પુલવામાંમાં થયેલા આતંકી હુમલા પછી 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકી અડ્ડાઓ પર બૉમ્બ વરસાવ્યા. ભારતીય વાયુસેનાએ મિરાજ 2000 ઘ્વારા આતંકીઓના ટ્રેનિંગ સેન્ટરને બરબાદ કરી દીધું. આ એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને સાફ ઇન્કાર કર્યો હતો કે તેમાં કોઈ ભારે નુકશાન થયું છે, પરંતુ હવે પાકિસ્તાનના જુઠાણાની પોલ ખુલી ચુકી છે.

WION રિપોર્ટ અનુસાર ભારતીય વાયુસેના ઘ્વારા પાકિસ્તાનના આતંકી અડ્ડાઓ બૉમ્બ મારવામાં આવ્યા, જેમાં ઘણી જગ્યાઓ પર બૉમ્બ વિસ્ફોટ થયા. ત્યાંના સ્થાનીય લોકોએ એમ્બ્યુલ્સમાં લાશોને લઇ જતા જોઈ. રિપોર્ટ અનુસાર નજરે જોનારે હુમલાના ઘણા કલાકો પછી લગભગ 35 લાશોને એમ્બ્યુલન્સમાં લઇ જતા જોઈ. મરનારમાં અસ્થાયી ઝૂંપડામાં સુતા 12 લોકો પણ શામિલ છે. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાની સેનામાં કામ કરી ચૂકેલા કેટલાક લોકો પણ આ હવાઈ હુમલામાં માર્યા ગયા.
આ પણ વાંચો: Air Strike: ભારતીય ફાઈટર્સે પાકિસ્તાન માટે ખાસ જાળ બિછાવ્યું
રિપોર્ટ અનુસાર તેમના સંવાદદાતાએ સાક્ષીઓ સાથે એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન સિસ્ટમ ઘ્વારા સંપર્ક કર્યો અને નામ નહીં છાપવાની શરત પર વાત કહી. તેમને કહ્યું કે હુમલાની સૂચના મળતા જ પાકિસ્તાની સેનાએ આખા વિસ્તારને ઘેરી લીધો અને તેને પોતાના કબ્જામાં લઇ લીધો. સેનાએ સ્થાનીય પોલીસને પણ ત્યાંથી હટાવી દીધી. એમ્બ્યુલન્સના મેડિકલ કર્મચારીઓના ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યા. આ હુમલામાં એક આઈએસઆઈ એજન્ટની પણ મૌત થઇ ગઈ. આ હુમલામાં જેશ-એ-મોહમ્મદ ઇન્સ્ટ્રક્ટર મુફ્તી મોઈન અને આઈઈડી એક્સપર્ટ ઉસ્માન ગની પણ માર્યો ગયો.
આ પણ વાંચો: બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણે એર સટ્રાઈકની પુષ્ટિ, રડાર પર તસવીર કેદ
સાક્ષીઓ અનુસાર આ હુમલામાં જેશ-એ-મોહમ્મદના 12 આતંકવાદીઓની મૌત થઇ ગઈ. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સાક્ષીઓની વાતો પણ એકબીજા સાથે વિરોધાભાસ થાય છે.












Click it and Unblock the Notifications
