Air Strike: ભારતીય ફાઈટર્સે પાકિસ્તાન માટે ખાસ જાળ બિછાવ્યું
પુલવામાં હુમલાનો બદલો લેવા માટે 26 ફેબ્રુઆરીએ ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં જેશ કેમ્પ પર એર સ્ટ્રાઇક કરી ત્યારે તેમને એક ખાસ ચક્રવ્યૂહ રચ્યું હતું.
પુલવામાં હુમલાનો બદલો લેવા માટે 26 ફેબ્રુઆરીએ ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં જેશ કેમ્પ પર એર સ્ટ્રાઇક કરી ત્યારે તેમને એક ખાસ ચક્રવ્યૂહ રચ્યું હતું. ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાની કોમ્બેટ એર પેટ્રોલ રોકવા માટે ઇન્ડિયન એરફોર્સના કેટલાક પાયલોટના ફાઈટર પ્લેન પંજાબ પ્રાંતના બહાવલપુરમાં જેશ-એ-મોહમ્મદના હેડક્વાટર તરફ આગળ વધ્યા, જેથી અસલી સ્ટ્રાઇક વિસ્તારથી પાકિસ્તાની એર પેટ્રોલ વિમાનને દૂર રાખી શકાય. જયારે અસલ એર સ્ટ્રાઇક 26 ફેબ્રુઆરીએ ઇન્ડિયન એરફોર્સે ખેબર-પાખુંટનખ્વા પ્રાંતના બાલાકોટમાં આવેલા જેશના કેમ્પ પર કરી.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ખબર અનુસાર ભારત મિરાજ 2000 અને સુખોઈ-30MKI, IL-78 અને એડબ્લ્યુએસીએલ (એરબોર્ન વોર્નિંગ ઍન્ડ કંટ્રોલ સિસ્ટમ) એરક્રાફ્ટ સહીત બીજા એરક્રાફ્ટે ફોરવર્ડ એરબેઝની જગ્યાએ ગ્વાલિયર, આગ્રા, અને બરેલીથી ઉડાન ભરી. આ એરક્રાફ્ટે ગોપનીયતા જાળવવા માટે એલઓસી સાથે મુજ્જફરાબાદ સેક્ટરનો રુટ લીધો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ જણાવ્યું હતું કે સુખોઇ-30એમકેઆઇ ના જાળ માટે ભારતના પંજાબથી ઉડાન ભરી, જેથી એવું બતાવવામાં આવે કે સ્ટ્રાઇક ઓપરેશનને જેશના બહાવલપુર સ્થિત મુખ્યાલય તરફ અંઝામ આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણે એર સટ્રાઈકની પુષ્ટિ, રડાર પર તસવીર કેદ
પાકિસ્તાન ભારતની જાળમાં ફસાઈ ગયું અને તેમના ફાઇટર્સ હવામાં તે રસ્તા તરફ આગળ વધ્યા. તેમને જણાવ્યું કે આ જાળનો પરિણામ આવ્યું કે જે જગ્યા પર ભારતે એર સ્ટ્રાઇક કરી ત્યાં પાકિસ્તાનનું કોઈ પણ જેટ ના હતું. સૌથી નજીક ફાઈટર પણ 150 કિલોમીટર દૂર હતું. જેનાથી પાકિસ્તાનનો આ દાવો પણ ખોટો સાબિત થાય છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિયન એરફોર્સ ફાઈટરે કઈ પણ મેળવ્યા વિના જ બૉમ્બ ફેંક્યા. પાકિસ્તાનનો આ દાવો પણ બિલકુલ તેવી જ રીતે ખોટો સાબિત થયો જેમાં કહેવામાં આવ્યું કે 27 ફેબ્રુઆરી દરમિયાન પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં એફ-16 વિમાનનો ઉપયોગ નથી કર્યો.
આ પણ વાંચો: એર સ્ટ્રાઈક બાદ પાછો આવ્યો 'મોદી-મોદી' વાળો યુગ, જાણો શું થશે ચૂંટણી પર અસર












Click it and Unblock the Notifications
