For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રાલ એન્કાઉન્ટરમાં જૈશનો ટોચનો કમાન્ડર શામ સોફી ઠાર મરાયો, સર્ચ ઓપરેશન યથાવત

અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં બુધવારના રોજ આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, ત્રાલ વિસ્તારના તિલવાની મોહલ્લામાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

|
Google Oneindia Gujarati News

શ્રીનગર : અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં બુધવારના રોજ આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, ત્રાલ વિસ્તારના તિલવાની મોહલ્લામાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આતંકીની ઓળખ જૈશ એ મોહમ્મદના ટોચના કમાન્ડર આતંકવાદી શામ સોફી તરીકે થઈ છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, ઘણા વધુ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે.

commander Sham Sofi

આ પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અને સુરક્ષા દળોને તિલવાની મોહલ્લામાં કેટલાક આતંકવાદીઓના છૂપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ આ વિસ્તારમાં વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય સૈનિકોને જોઈને આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું, ત્યારે માહિતી સાચી સાબિત થઈ હતી. જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો. જેમાં જૈશના ટોચના કમાન્ડરને ઠાર કર્યો હતો. આવા સમયે સુરક્ષા દળો પૂંછ રાજૌરી વિસ્તારમાં બગાઈના જંગલોમાં છેલ્લા બે દિવસથી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. જેમાં એક અધિકારી અને ચાર જવાન શામેલ છે. આ એન્કાઉન્ટરમાં નાયબ સુબેદાર જસવિંદર સિંહ, નાઈક મનદીપ સિંહ, કોન્સ્ટેબલ ગજન સિંહ, કોન્સ્ટેબલ સારજ સિંહ અને કોન્સ્ટેબલ વૈશાખ એચએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

શહીદોમાં પંજાબના કપૂરથલા જિલ્લાના માના તલવંડી ગામના રહેવાસી 39 વર્ષીય નાયબ સુબેદાર જસવિંદર સિંહ છે. જસવિંદર 12માં ધોરણ બાદ જ 2001માં સેનામાં જોડાયો હતો. જસવિંદર સિંહે વર્ષ 2006માં કાશ્મીરમાં ત્રણ આતંકવાદીઓને મારવામાં તેમની ભૂમિકા બદલ સેના મેડલ એનાયત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, એનઆઇએની આ કાર્યવાહી ઇસ્લામિક સંગઠનોના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સાથે સંકળાયેલા નવા કેસમાં કરવામાં આવી છે, જેમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે ટીઆરએફ સામેલ છે, જે એક આતંકવાદી સંગઠન છે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક સપ્તાહમાં ઘાટીમાં સ્થાનિક લોકો માર્યા ગયાની આતંકવાદી ઘટનાઓ પાછળ TRF નું નામ સામે આવ્યું છે. કહેવાય છે કે આ સંગઠન લશ્કર-એ-તૈયબાનું છે.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 4 અથડામણ થઈ હતી. ઇમામસાહિબ વિસ્તારમાં પોલીસે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી. પૂંછ જિલ્લામાં પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા બાદ ગુસ્સાનું વાતાવરણ છે. સેનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં પોલીસ આતંકવાદીઓને આત્મસમર્પણ માટે અપીલ કરતી જોવા મળી રહી હતી.

English summary
The security forces have had great success in the encounter with the terrorists on Wednesday in the Tral area of Avantipora. Kashmir IGP Vijay Kumar said a militant was killed in an encounter in Tilwani mohalla of Tral area.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X