Jalandhar By Election : જલંધરમાં ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે કર્યો રોડ શો
Jalandhar By Election: જલંધર લોકસભાની પેટાચૂંટણીને લઇને રાજકારણમાં જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સાથે તમામ પક્ષો પોતાના ઉમેદવારને જીત અપાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
જલંધરમાં પોતાના ઉમેદવાર સુશીલ રિંકુંને જીત અપાવવા માટે આમ આદમી પાર્ટીએ રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થયા હતા. આમ આદમી પાર્ટીના બંને ધારાસભ્યો તેમજ ઉમેદવાર સુશીલ રિંકુ પણ હાજર રહ્યા હતા.

આમ આદમી પાર્ટીનો આ રોડ શો બપોરે ભગવાન વાલ્મિકી ચોક (જ્યોતિ ચોક)થી શરૂ થયો હતો. આ પછી શહેરમાં ત્રણ અલગ-અલગ રોડ શો કર્યો હતો. બસ્તી ગુજણ ખાતે બપોરે 3 કલાકે અને સોડલ રોડ ખાતે સાંજે 4 કલાકે કરવામાં આવ્યો હતો. જે બાદ SBI ખાતે સાંજે 5 વાગ્યે છેલ્લો રોડ શો કરવામાં આવ્યો હતો, અને છેલ્લે કેન્ટોનમેન્ટ માર્કેટમાં રોડ શો કરવામાં આવ્યો હતો.
આ અવસરે જનતાને સંબોધતા ભગવંત માને જણાવ્યું હતું કે, જલંધરને રિંગમાં રત્નની જેમ ચમકવું છે. રોજગારના મુદ્દે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે માત્ર એક વર્ષમાં પંજાબના 29 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીઓ આપી છે. આગામી દિવસોમાં પંજાબના યુવાનોના ભવિષ્ય માટે વધુ સરકારી નોકરીઓની જાહેરાત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
