જલંધર લોકસભા પેટા ચૂંટણીમાં ઈન્ચાર્જ બન્યા બાદ હરપાલ ચીમા ભગવંત માન સાથે મુલાકાત કરી
પંજાબની જલંધર લોકસભા પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી મેદાને પડી છે. આમ આદમી પાર્ટીએ પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે જલંધર બેઠક જીતવા માટે પુરી તાકાત લગાવી દીધી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટી માટે આ બેઠક જીતવી ખુબ જ મબત્વપુર્ણ છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પંજાબ સરકારના મંત્રી હરપાલ ચીમાને જવાબદારી સોંપી છે. હરપાલ ચીમાએ જલંધર પેટા ચૂંટણી માટે હરપાલ ચીમાને ઈન્ચાર્જ બનાવ્યા છે.

મુખ્યમંત્રી ભગવંત માને જલંધર લોકસભા પેટાચૂંટણી માટે નાણામંત્રી હરપાલ ચીમાને પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. બીજી તરફ જલંધર ચૂંટણી માટે પ્રભારી બનાવાયા બાદ કેબિનેટ મંત્રી હરપાલ સિંહ ચીમા મુખ્યમંત્રી ભગવંત માનને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જલંધર પેટાચૂંટણીમાં જીત માટે સીએમ માન પાસે મંત્રણા કરી હતી. મુખ્યમંત્રીએ નાણામંત્રી હરપાલ ચીમાને જલંધર લોકસભા મતવિસ્તારની પેટાચૂંટણીના પ્રભારી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, જલંધર લોકસભા સીટ માટે 10 મેં ના રોજ પેટા ચૂંટણી યોજાશે અને 13 મેંએ પરિણામ જાહેર કરાશે. હાલ આમ આદમી સહિતની પાર્ટીઓ આ સીટ જીતવા માટે મેદાને પડી છે.












Click it and Unblock the Notifications
