Jalandhar News : જલંધરમાં ચૂંટણી વચન પૂરા કરશે AAP, CM ભગવંત માને કરી મોટી જાહેરાત
Jalandhar News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જનતામાં પોતાની લોકપ્રિયતા કાયમ રાખવામાં સફળ રહ્યા છે. જનતા વચ્ચે પહોંચી રહેલા મુખ્યમંત્રી ભગવંત માન જલંધરમાં વિકાસની હારમાળા સર્જવા માટે તૈયાર છે. પોતાના ચૂંટણી વચનોને પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી ભગવંત માને નવી જાહેરાત કરી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારના રોજ જણાવ્યું હતું કે, જલંધરની તેમની મુલાકાત દરમિયાન તેઓ આદમપુરમાં રોડ નિર્માણનું કામ શરૂ કરશે, જેનું તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું.

અત્રે નોંધપાત્ર વાત એ છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જલંધર પેટાચૂંટણી દરમિયાન જનતાને ઘણા વચનો આપ્યા હતા અને હવે આ ચૂંટણી વચનોને જમીન પર લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
