જલ્લીકટ્ટુઃ 12 ફેબ્રૂઆરી સુધી મરિના બીચ પર કલમ 144 લાગુ

Written By:
Subscribe to Oneindia News

શનિવારે ચેન્નાઇ પોલીસે ચેન્નાઇના મરિના બીચ અને આજુબાજુના વિસ્તારોમાં તારીખ 29 જાન્યુઆરી, 2017થી કલમ 144 લાગુ કરી છે. હાલ પોલીસે 12 ફેબ્રૂઆરી સુધી આ સુરક્ષા વ્યવસ્થા લાગુ કરી છે. જો કે, પોલીસે સ્પષ્ટતા કરી છે કે, મરિના બીચ પર ફરવા આવનાર પરિવારો અને બાળકો પર આ આદેશ લાગુ થતો નથી.

આ આદેશ મરિના બીચ, માયલાપોર, આઇસ હાઇસ, ફોરશોર એસ્ટેટ, ટ્રિપ્લિકેન અને અન્ના સ્કેવર પોલીસ સ્ટેશનની સીમાઓમાં લાગુ કરવામાં આવ્યો છે. ચેન્નાઇ પોલીસનો દાવો છે કે, વિદ્યાર્થીઓને એક સૂચના આપવામાં આવી હતી, જેમાં તેમને મરિના બીચ પર જમા થવાનું કહેવામાં આવ્યું હતું. આ ખબરને કારણે જ પોલીસે સાવચેતી દાખવતા નિશ્ચિત જગ્યાઓએ કલમ 144 લાગુ કરી છે.

marina beach

આવી સૂચનાઓને કારણે 29 જાન્યુઆરીના રોજ ફરીથી મરિના બીચ પર જલ્લીકટ્ટુની માંગણી લઇને પ્રદર્શનકર્તાઓ જમા થઇ જવાની સંભાવના હતી. આથી ચેન્નાઇ પોલીસે એક પ્રકાશન જાહેર કરતાં જણાવ્યું હતું કે, આ આદેશ હેઠળ મરિના બીચ પર કોઇ પણ જાતની મીટિંગ, હડતાલ, પ્રદર્શન કે અન્ય કોઇ પણ એવું કામ નહીં કરી શકાય, જેમાં લોકો એક જૂથમાં જમા થતા હોય. મરિના બીચના આઇસ હાઉસ પોલીસ સ્ટેશનમાં જલ્લીકટ્ટુના પ્રદર્શનના નામે આગ ચાંપવામાં આવી હતી. વળી, મરિના બીચ પર ઘણા સ્થાન પર દેશ વિરોધી પોસ્ટર લગાવ્યા હોવાની ખબરો પણ સામે આવી હતી.

અહીં વાંચો - કાશ્મીરમાં હિમપ્રપાતમાં 15 જવાનો થયા શહીદ

ચેન્નાઇ પોલીસને દાવો છે કે, હાલમાં જલ્લીકટ્ટુના હિંસક પ્રદર્શનમાં 2 પોલીસવાળાઓનો હોથ હોવાનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે પોલીસવાળાની ઓળખાણ કાઢવામાં આવી છે. આ વીડિયો જો સંપૂર્ણપણે સાચો સાબિત થશે, તો તેમની વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવશે. નોંધનીય છે કે, જલ્લીકટ્ટુના હિંસક પ્રદર્શન બાદ ઘણા એવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં સ્પષ્ટ જોવા મળતું હતું કે પ્રદર્શનમાં હિંસા ભડકાવવા પાછળ પોલીસનો હાથ છે.

English summary
Jallikattu violence fallout: Sec 144 imposed at Marina.
Please Wait while comments are loading...