મોદીને હાફિઝ સઇદની ચેતવણી, પાક હિન્દુઓને ઉશ્કેરવાનું બંદ કરે

નવી દિલ્હી, 22 એપ્રિલ: જમાત-ઉદ-દાવા અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઇદે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર દ્વારા ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચેતવણી આપી છે.

સઇદે ટ્વિટ કરીને જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી પાકિસ્તાનમાં રહેનાર હિન્દુઓને ઉશ્કેરવાનું બંદ કરે. સઇદે દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં રહેનારા હિન્દુઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. હાફિઝ સઇદે એક ટ્વિટ નહીં પરંતુ ધમકીભર્યા અંદાજમાં એક પછી એક ઘણા ટ્વિટ કર્યા છે.

સાંભળી લે નરેન્દ્ર મોદી...

સઇદે સોમવારે આ ટ્વિટ કર્યું છે. સઇદે જણાવ્યું છે કે 'હું ઇચ્છું છું કે નરેન્દ્ર મોદી આ સાંભળી લે કે પાકિસ્તાનમાં હિન્દુ, તેમનું જીવન અને તેમનું સન્માન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેમની હાલત એવી નથી જેવી આપે મુસલમાનો સાથે કરી છે.'

તેના થોડીવાર બાદ તેમણે ઘણી ટ્વિટ કરી. એક ટ્વિટમાં હાફિઝે લખ્યું છે કે ઇસ્લામ અમને અન્ય ધર્મ માનનારા લોકોની વિરુધ્ધ હિંસાની પરવાનગી નથી આપતું. હાફિઝે એવો દાવો પણ કર્યો છે કે કોઇ પણ ભારતીય ષડયંત્ર અંતર્ગત પાકિસ્તાનને બેટલ ગ્રાઉન્ડ નહીં બનવા દેવામાં આવે.

સઇદે આ ટ્વિટ એવા વખતે કર્યું છે જ્યારે ભારતમાં ભારતીય જનતા પાર્ટીના નેતા ગિરિરાજ સિંહ તરફથી એક જનસભામાં કહેવામાં આવ્યું હતું કે જે લોકો મોદીના વિરોધી છે તેમને પાકિસ્તાનભેગા કરી દેવામાં આવશે.

જોકે ભારત હંમેશાથી આ આરોપોને નકારતું આવ્યું છે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી પોતાના નિવેદનોમાં હંમેશા પાકિસ્તાન પર નિશાનો સાધતા રહ્યા છે. એવામાં હાફિઝ સઇદનું આ ટ્વિટ ક્યાંકને ક્યાંક થોડી ચિંતા વધારી શકે છે.

જુઓ હાફિઝ સઇદે પોતાની આ ટ્વિટમાં મોદી પર શું પ્રહાર કર્યા...

મોદીને હાફિઝ સઇદની ચેતવણી

જમાત-ઉદ-દાવા અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઇદે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર દ્વારા ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચેતવણી આપી છે.

મોદીને હાફિઝ સઇદની ચેતવણી

સઇદે સોમવારે આ ટ્વિટ કર્યું છે. સઇદે જણાવ્યું છે કે 'હું ઇચ્છું છું કે નરેન્દ્ર મોદી આ સાંભળી લે કે પાકિસ્તાનમાં હિન્દુ, તેમનું જીવન અને તેમનું સન્માન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેમની હાલત એવી નથી જેવી આપે મુસલમાનો સાથે કરી છે.'

મોદીને હાફિઝ સઇદની ચેતવણી

હાફિઝે એવો દાવો પણ કર્યો છે કે કોઇ પણ ભારતીય ષડયંત્ર અંતર્ગત પાકિસ્તાનને બેટલ ગ્રાઉન્ડ નહીં બનવા દેવામાં આવે.

મોદીને હાફિઝ સઇદની ચેતવણી

એક ટ્વિટમાં હાફિઝે લખ્યું છે કે ઇસ્લામ અમને અન્ય ધર્મ માનનારા લોકોની વિરુધ્ધ હિંસાની પરવાનગી નથી આપતું.

મોદીને હાફિઝ સઇદની ચેતવણી

એક ટ્વિટમાં હાફિઝે લખ્યું છે કે ઇસ્લામ અમને અન્ય ધર્મ માનનારા લોકોની વિરુધ્ધ હિંસાની પરવાનગી નથી આપતું. હાફિઝે એવો દાવો પણ કર્યો છે કે કોઇ પણ ભારતીય ષડયંત્ર અંતર્ગત પાકિસ્તાનને બેટલ ગ્રાઉન્ડ નહીં બનવા દેવામાં આવે.

મોદીને હાફિઝ સઇદની ચેતવણી

હાફિઝે અન્ય એક ટ્વિટમાં જણાવ્યું છે કે મોદી પાકિસ્તાનના હિન્દુઓને ઉશ્કેરવાને બદલે ભારતીય મુસ્લિમોને સુરક્ષા અને અધિકારો આપે.

મોદીને હાફિઝ સઇદની ચેતવણી

ઇસ્લામ અન્ય ધર્મના લોકો પ્રત્યે ઘૃણા કરવાની પરવાનગી નથી આપતો.

મોદીને હાફિઝ સઇદની ચેતવણી

અમારી માનવતાવાદી સેવાઓ પાછળ કોઇ રાજકીય હિત છૂપાયેલો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X