
જામિયાએ સરકારને 2.66 કરોડનુ બિલ મોકલ્યું, કહ્યું- દિલ્હી પોલીસે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું
નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઈસ્લામિયા વિશ્વવિદ્યાલયે કહ્યું કે ગત 15 ડિસેમ્બરે કેમ્પસમાં ઘૂસી પોલીસે કરેલી કાર્યવાહીથી યૂનિવર્સિટીની 2.66 કરોડની સંત્તિને નુકસાન પહોંચ્યું છે. યૂનિવર્સિટીએ 2.66 કરોડ રૂપિયાના નુકસાનનું આ બિલ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયને સોંપી દીધું છે. આ બિલમાં 25 સીસીટીવી કેમેરા તોડવાનું બિલ પણ જોડવામાં આવ્યું છે. જેની કિંમત 4.75 લાખ રૂપિયા જણાવાઈ છે.
જણાવી દઈએ કે ગત દિવસોથી જામિયાની સીસીટીવી ફુટેજ સામે આવી રહી છે. જેમાં કેટલાક પોલીસકર્મી લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરે છે. તેઓ સંપત્તિને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. જેમાં સીસીટીવી પણ સામેલ છે. જ્યારે પોલીસનું કહેવું છે કે આ વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે. તેઓ હજુ પણ તેની પ્રામાણિકતાનો પતો લગાવી રહ્યા છે.
જામિયા દ્વારા આપવામાં આવેલ બિલ મુજબ હિંસા દરમિયાન 2 કરોડ 66 લાખ 16 હજાર 390 રૂપિયાની સાર્વજનિક સંપત્તિને નુકસાન થયું છે. યૂનિવર્સિટીએ કહ્યું કે આ નુકસાન 15 ડિસેમ્બર 2019ના રોજ થયેલ પોલીસ કાર્યવાહી દરમિયાન થયું છે. જ્યાં વિશ્વવિદ્યાલયે કહ્યું કે અનુમતિ વિના પોલીસ કેમ્પસમાં ઘૂસી, જ્યારે પોલીસનું કહેવું છે કે તેઓ દંગાખોરોની લાશમાં કેમ્પસમાં આવી હતી.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ યૂનિવર્સિટીના અધિકારીઓએ કેટલાક દિવસ પહેલા કહ્યું હતું કે તેને 2.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને હજી પણ આગળનું આંકલન યથાવત છે. લાઈબ્રેરિયન તારિક અશરફે કહ્યું કે, લાઈબ્રેરીમાં મોટાભાગે કાચ તુટવાથી થયું છે. બાકી જે ચીજોનું નુકસાન થયું છે તેમાં સીસીટીવી કેમેરા, ટ્યૂબલાઈટ સામેલ છે. પરંતુ સારુ થયું કે પુસ્તકોને ના અડ્યા.
વિસ્તૃત અહેવાલમાં જણાવવામાં આવ્યું કે જે ચીજોનું નુકસાન થયું છે તેમાં લાઈબ્રેરીનો સામાન, દરવાજા, બારીઓના કાચ, એસી યૂનિટ, ઈલેક્ટ્રીસિટી સિસ્ટમ, ખુરશીઓ, ટેબલ, લાઈટ અને કાચ સામેલ છે. યૂનિવર્સિટીનું અનુમાન છે કે તેના 55 લાખ રૂપિયાના ઈક્વીપમેન્ટને નુકસાન થયું છે. આની સાથે જ 75 ક્ષતિગ્રસ્ત દરવાજાઓની કિંમત 41.25 લાખ, બારીના કાચની કિંમત 22.5 લાખ, રેલિંગની 18 લાખ, હાર્ડવેરની 15 લાખ અને લાઈબ્રેરીના 35 ટેબલની કિંમત 14 લાખ રૂપિયા જણાવી છે.
શાહીન બાગ વિરોધ પ્રદર્શન: જલ્દી સમેટાઇ શકે છે પ્રદર્શન
અધિકરીઓએ કહ્યું કે ક્ષતિગ્રસ્ત સંપત્તિને તપાસવા માટે છોડી દીધી છે, આના માટે તેમને હજી સુધી કોઈ વળતળ મળ્યું નથી.