For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામિયા વિવાદઃ બેકફૂટ પર દિલ્લી પોલિસ, બધા છાત્રોને છોડ્યા, 6 કલાક બાદ હેડક્વાર્ટરથી હટ્યા છાત્રો

દિલ્લીના જામિયા મિલીયા ઈસ્લામિયા વિશ્વવિદ્યાલયના છાત્રોના ઉગ્ર પ્રદર્શન બાદ દિલ્લી પોલિસે કસ્ટડીમાં લીધેલા બધા છાત્રોને છોડી દીધા છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીના જામિયા મિલીયા ઈસ્લામિયા વિશ્વવિદ્યાલયના છાત્રોના ઉગ્ર પ્રદર્શન બાદ દિલ્લી પોલિસે કસ્ટડીમાં લીધેલા બધા છાત્રોને છોડી દીધા છે. નાગરિકતા સુધારા કાયદા પર છાત્રોના વિરોધ પ્રદર્શને રાતે નવ વાગે જે રૂપ લીધુ તેને જોઈને આખો દેશ સ્તબ્ધ રહી ગયો. દિલ્લી પોલિસ અને છાત્રો વચ્ચે પત્થરમારો, લાઠીચાર્જ અશ્રુગેસના ગોળા ચાલવા લાગ્યા. જામિયા યુનિવર્સિટીમાં દિલ્લી પોલિસની કાર્યવાહીના વિરોધમાં સેંકડોની સંખ્યામાં છાત્ર અને શિક્ષિકો દિલ્લી પોલિસના મુખ્યાલયમાં ઘેરાવ કરવા પહોંચી ગયા.

protest

થોડી જ વારમાં જામિયા ઉપરાંત દિલ્લીના અલગ અલગ યુનિવર્સિટીના છાત્ર અને શિક્ષક જમા થવા લાગ્યા. ભારે વિરોધ પ્રદર્શન બાદ લગભગ 6 કલાક સુધી પોલિસ સામે નારેબાજી કરવામાં આવી. છાત્રોએ તરત જ એ છાત્રોને મુક્ત કરવાની માંગ કરી જેમને પોલિસે જામિયાથી પકડ્યા હતા. છાત્રોના હોબાળા અને લઘુમતી પંચના નિર્દેશ બાદ દિલ્લી પોલિસ પણ બેકફૂટ પર આવી અને પછી મોડી રાતે લગભગ 3 વાગે દિલ્લી પોલિસે બધા પ્રદર્શનકારી છાત્રોને મુક્ત કરી દીધા.

દિલ્લી પોલિસના પ્રવકતા એમએસ રંધાવાએ 35 છા6ને મુક્ત કરવાનુ એલાન કર્યુ. કાલકાજી અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીથી પકડાયેલા છાત્રોને મુક્ત કરી દેવામાં આવ્યા. વળી, છાત્રોની મુક્તિ બાદ દિલ્લી પોલિસ મુખ્યાલય પર પ્રદર્શન કરી પ્રદર્શનકારી ત્યાંથી પાછા આવી ગયા. છાત્રોનો આરોપ છે કે પોલિસ બળજબરીથી જામિયા યનિવર્સિટીની અંદર ઘૂસી અને લાઈબ્રેરીમાં વાંચી રહેલા બાળકો સાથે મારપીટ કરી. જામિયા યુનિવર્સિટીમાં છાત્રો પર થયેલી આ કાર્યવાહીનો વિરોધ અલીગઢ, પટના અને કોલકત્તા સુધી થયો.

આ પણ વાંચોઃ મંજૂરી વિના જબરદસ્તી કેમ્પસમાં ઘૂસી પોલીસ, સ્ટાફ અને વિદ્યાર્થીઓને માર્યાઆ પણ વાંચોઃ મંજૂરી વિના જબરદસ્તી કેમ્પસમાં ઘૂસી પોલીસ, સ્ટાફ અને વિદ્યાર્થીઓને માર્યા

English summary
Jamia Protest: All detained students have been released from, Students Protest Over After 6 Hours at PHQ.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X