For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામિયા વિવાદઃ વાહનોમાંથી પેટ્રોલ કાઢી મુસાફરોથી ભરેલી બસોમાં આગ લગાવાઈ

દિલ્લીમાં થયેલી હિંસામાં ઘણા ખાનગી વાહનો અને સીએનજી બસોમાં આગ લગાવી દેવામાં આવી. હવે આ હિંસાના નજરે જોનાર સાક્ષીએ આંખોદેખી કહાની જણાવી છે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા બિલના વિરોધમાં દેશના અમુક ભાગોમાં પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. અસમ અને પશ્ચિમ બંગાળ બાદ હવે દિલ્લીમાં ભારે પ્રદર્શન થઈ રહ્યુ છે. આ દરમિયાન છાત્રો અને પોલિસ વચ્ચે ઝડપ પણ જોવા મળી. દિલ્લીમાં થયેલી હિંસામાં ઘણા ખાનગી વાહનો અને સીએનજી બસોમાં આગ લગાવી દેવામાં આવી. હવે આ હિંસાના નજરે જોનાર સાક્ષીએ આંખોદેખી કહાની જણાવી છે.

બસોમાં આગ લગાવવામાં આવી

બસોમાં આગ લગાવવામાં આવી

નજરે જોનાર સાક્ષીનુ કહેવુ છે કે મુસાફરોથી ભરેલી બસોમાં આગ લગાવવા માટે રસ્તા પર પડેલા ટુવ્હીલરોમાંથી પેટ્રોલ કાઢવામાં આવ્યુ હતુ. આ દરમિયાન લોકોની ભીડ નવા નાગરિકતા કાયદાનો વિરોધ કરતી દેખાઈ જેમાં પોલિસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ પણ થઈ ગઈ. હિંસામાં ત્રણ બસોમાં આગ લગાવવામાં આવી. એક ફાયરબ્રિગેડની ગાડીને નુકશાન પહોંચાડવામાં આવ્યુ અને બે ફાયરબ્રિગેડકર્મી પણ ઘાયલ થઈ ગયા. પોલિસે ભીડને નિયંત્રિત કરવામાટે દંડા અને અશ્રુગેસનો ઉપયોગ કર્યો.

પોલિસ પર પત્થરબાજી

પોલિસ પર પત્થરબાજી

આ ઘટનાના ઘણી વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જામિયાના છાત્રોએ પોતાને હિંસાથી દૂર રાખ્યા અને દિલ્લી પોલિસના વરિષ્ઠ અધિકારીઓનુ કહેવુ છે કે આ પ્રદર્શનોમાં સ્થાનિક ગુંડાઓ પણ શામેલ થઈ ગયા હતા. જ્યારે આ લોકોને જંતરમંતર તરફ જવાથી રોકવામાં આવ્યા ત્યારે તેમણે વાહનોમાં આગ લગાવી અને પોલિસ પર પત્થરબાજી કરી.

આ પણ વાંચોઃ જામિયા વિવાદઃ બેકફૂટ પર દિલ્લી પોલિસ, બધા છાત્રોને છોડ્યા, 6 કલાક બાદ હેડક્વાર્ટરથી હટ્યા છાત્રોઆ પણ વાંચોઃ જામિયા વિવાદઃ બેકફૂટ પર દિલ્લી પોલિસ, બધા છાત્રોને છોડ્યા, 6 કલાક બાદ હેડક્વાર્ટરથી હટ્યા છાત્રો

પુરુષોની સંખ્યા 15થી 20 હતી

પુરુષોની સંખ્યા 15થી 20 હતી

રવિ નામના સાક્ષીએ જણાવ્યુ કે, ‘અમુક વ્યક્તિઓ ટુવ્હીલરમાંથી પેટ્રોલ કાઢી રહ્યા હતા અને બસોમાં આગ લગાવી રહ્યા હતા, જ્યારે બસની અંદર લોકો હાજર હતા. ખૂબ ડર હતો. એક યુવતી જોર જોરથી રડી રહી હતી.' રવિએ જણાવ્યુ કે, ‘આ વ્યક્તિઓની સંખ્યા 15થી 20 હતી. જ્યારે પોલિસ આવી તો અલગ અલગ દિશાઓમાં જવા લાગ્યા. આમાંથી એકે પોલિસ પર પત્થર ફેંક્યા. મે જોયુ હતુ કે તેમના માથામાંથી લોહી વહી રહ્યુ હતુ.'

કોઈ કેસ નોંધાયો નહિ

કોઈ કેસ નોંધાયો નહિ

જો કે સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકોના ઘાયલ થવાના સમાચારો આવી રહ્યા છે. પરંતુ પોલિસે હજુ અધિકૃત રીતે ઘાયલોની સંખ્યા જણાવી નથી. હજુ સુધી કોઈ કેસ પણ નોંધવામાં આવ્યો નથી. ઘણા છાત્રોને પોલિસે કસ્ટડીમાં લઈ લીધા છે.

English summary
jamia protest witness said buses set on fire with people still inside.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X