કાશ્મીરઃ પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું
પાકિસ્તાને પોતાની નાપાક હરકતોને અંજામ આપતાં ફરી એકવાર ફાયરિંગ શરૂ કરી દિધું છે. જમ્મુના પુંછ સેક્ટરમાં આજે સવારથી ગોળીબાર ચાલી રહ્યો છે. ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ભારત દ્વારા જવાબી કાર્યવાહી શરૂ કરી દિધી છે. બંને તરફથી ગોળીબારી ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મૂ બોર્ડર પર પાકિસ્તાન દ્વારા ગત કેટલાક દિવસોથી ગોળીબારી થઇ રહી છે. ભારતીય સૈન્ય તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ પાકિસ્તાન પોતાની મંશા સ્પષ્ટ કરી રહ્યું નથી.

સ્વતંત્ર દિવસના એક દિવસ પહેલા જ પાકિસ્તાને પોતાની નાપાક હરકત બતાવી દીધી છે. હાલ તો આ સીઝફાયરમાં હજુ સુધી કોઈ જાનહાનિ સમાચાર મળ્યા નથી.












Click it and Unblock the Notifications
