For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jammu & Kashmir DDC Elections: ડીડીસી ચૂંટણીના 5માં તબક્કાનુ આજે મતદાન

જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ(ડીડીસી)ની ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

Jammu &Kashmir DDC Elections: જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ(ડીડીસી)ની ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યુ છે. લગભગ આઠ લાખ મતદારો, 299 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. કાશ્મીરના 37 અને જમ્મુના 20 ચૂંટણી વિસ્તારોમાં સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા વચ્ચે મતદાન થશે. રાજ્ય ચૂંટણી કમિશ્નર કે કે શર્માએ કહ્યુ કે ડીડીસી ચૂંટણી ઉપરાંત સરપંચના 58 પદો અને પંચના 218 પદો માટે પંચાયત પેટા ચૂંટણી માટે પણ આજે મત નાખવા જઈ રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચે સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે.

polling

ઉલ્લેખનીય છે કે જિલ્લા વિકાસ પરિષદના ચોથા તબક્કા માટે સોમવારે મતદાન થયુ હતુ. જમ્મુ અને કાશ્મીર બંનેમાં કુલ 34 સીટો પર 50.08 ટકા મત નાખવામાં આવ્યા. જમ્મુમાં 69.31 ટકા અને કાશ્મીરમાં 32 ટકા મતદારોએ મત નાખ્યા. તમને જણાવી દઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ અહીં ડીડીસીની ચૂંટણી થઈ રહી છે. ડીસી ચૂંટણીના પહેલા તબક્કાનુ મતદાન 28 નવેમ્બરે થયુ હતુ.

જનતા સીધા પોતાના સ્થાનિક એકમ માટે પ્રતિનિધિ ચૂંટશે

કેન્દ્ર સરકારનુ કહેવુ છે કે આ ચૂંટણી દ્વારા જનતા સીધા પોતાના સ્થાનિક એકમ માટે પ્રતિનિધિ ચૂંટશે. વોટિંગ આઠ તબક્કામાં થશે, આજે મતદાનનો પાંચમો તબક્કો છે. જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલ ડીડીસીની ચૂંટણીમાં ઘણા દિગ્ગજ નેતા ચૂંટણી મેદાનમાં છે. થોડા મહિના પહેલા જ્યારે પંચાયતી રાજ કાયદામાં સુધારો કરીને જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ(ડીડીસી)ની ચૂંટણીનો રસ્તો સાફ થઈ ગયો હતો. વળી, ત્યાંના ઘણા રાજકીય દળ અને નેતા આ માટે જરા પણ ઉત્સાહિત નહોતા. પરંતુ ચૂંટણીની ઘોષણા થતા જ સ્થિતિ એકદમ બદલાઈ ગઈ. આજે અહીં બધી મોટી રાજકીય પાર્ટીઓ ચૂંટણી લડી રહી છે, એક આંકડા મુજબ લગભગ બે ડઝન પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને સાંસદ પણ આ સ્થાનિક ચૂંટણીમાં નસીબ અજમાવી રહ્યા છે.

Surya Grahan 2020: 14 ડિસેમ્બરે લાગશે સૂર્ય ગ્રહણSurya Grahan 2020: 14 ડિસેમ્બરે લાગશે સૂર્ય ગ્રહણ

English summary
Jammu and Kashmir: 5th phase of District Development Council (DDC) elections Polling today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X