For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર: પાકિસ્તાનના ફાયરિંગમાં BSFનો એક જવાન શહીદ

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખાની બાજુ ફરી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન તરફથી અનેક ફાયરિંગમાં બીએસએફનો એક સબ ઈન્સ્પેક્ટર શહિદ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છેકે પાકિસ્તાની સૈનિકો સ્નાઈપરની મદદથી ભ

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખાની બાજુ ફરી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન તરફથી અનેક ફાયરિંગમાં બીએસએફનો એક સબ ઈન્સ્પેક્ટર શહિદ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છેકે પાકિસ્તાની સૈનિકો સ્નાઈપરની મદદથી ભારતીય સૈનિકોને નિશાન બનાવી રહ્યા છે. સબ ઇન્સપેક્ટરની સ્નાઈપર બુલેટથી મોત થયું છે. આ સતત બીજો દિવસ છે જ્યારે પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહીના આધારે ફાયરિંગ કરવામાં આવ્યું છે.

Jammu kashmir

અધિકારીઓએ જણાવ્યું હતું કે મેંધર સેક્ટરના તરકુંડી વિસ્તારમાં સરહદ પારથી કોઇ ઉશ્કેરણી કર્યા વગર ફાયરિંગ કરવામાં આવી હતી. મંગળવારે સવારે રાજૌરી જિલ્લામાં લાઇન ઓફ કંટ્રેલ પર ફરજ પર હતા ત્યારે, બીએસએફના સબ-ઇન્સ્પેક્ટર પી.ગુઇટને સ્નાઈપરની ગોળી વાગી હતી. તેમને રાજૌરીમાં એફડીએલ પર પોસ્ટ કરાયા હતા. આઈજી બીએસએફ જમ્મુ, એન.એસ. જામવાલે જણાવ્યું હતું કે શહીદ સબ-ઇન્સ્પેક્ટર પી ગુઇટ બહાદુર અને પ્રામાણિક સૈનિક હતા. તેમના સર્વોચ્ચ બલિદાન અને ફરજ પ્રત્યેની નિષ્ઠા માટે રાષ્ટ્ર હંમેશા તેમના માટે ઋણી રહેશે.

પાકિસ્તાન આર્મીએ ડીગવાર, માલતી અને દલ્લાન વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાસે ના હથિયારોથી ગોળાબારી કરી વિના કોઈ કારણે યુદ્ધવિરામ ભંગ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પણ ફાયરિંગનો યોગ્ય જવાબ આપ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં પાકિસ્તાની ગોળીબારથી સૈનિક શહીદ થયાની આ બીજી ઘટના છે.

આ અગાઉ 27 નવેમ્બરના રોજ રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબારમાં બે જવાનો શહીદ થયા હતા. સુંદરબની સેક્ટરમાં શહીદ થયેલા જવાનોના નામ નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઇફલ મેન સુખબીર સિંઘ હતા. આ વર્ષે જાન્યુઆરીથી, પાકિસ્તાને 3,200 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં 30 ભારતીય નાગરિકો માર્યા ગયા છે અને 120 થી વધુને ઇજાઓ પહોંચી છે.

આ પણ વાંચો: હરિયાણા: MLA સોમવીર સાંગવાને ખટ્ટર સરકારને આપેલ સમર્થન પાછુ લીધુ, કહ્યું- ખેડૂતો પર થઇ રહ્યો છે અત્યાચાર

English summary
Jammu and Kashmir: A BSF jawan martyred in Pakistan's firing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X