For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનગરઃ આતંકીઓએ સુરક્ષાબળો પર કર્યુ ફાયરિંગ, એનકાઉન્ટરમાં એક ઠાર

શુક્રવારે એક વાર ફરીથી શ્રીનગરના નાટીપોરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમમાં છેલ્લા અમુક દિવસોમાં આતંકી ઘટનાઓમાં તેજી જોવા મળી છે. શુક્રવારે એક વાર ફરીથી શ્રીનગરના નાટીપોરા વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષાબળોએ એક આતંકીને એનકાઉન્ટરમાં ઠાર માર્યો છે. માર્યા ગયેલા આતંકીની ઓળખ લશ્કર એ તોઈબાના સભ્ય તરીકે થઈ છે. અથડામણ દરમિયાન તેનો બીજો સાથી ઘટના સ્થળેથી ભાગી ગયો છે.

Srinagar

માહિતી મુજબ શુક્રવારે સાંજે પોલિસની ટીમ નાટીપોરા નાકા પર તપાસ કરી રહી હતી. આ દરમિયાન આતંકીઓએ ટીમ પર હુમલો કર્યો. પોલિસના જવાનો પર ફાયરિંગ કરી દીધુ. આ હુમલા બાદ જવાનો તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી. ત્યારબાદ બંને તરફથી અથડામણ શરૂ થઈ ગઈ. અથડામણ દરમિયાન આકિબને મારી દેવામાં આવ્યો જ્યારે તેનો સાથે ઘટના સ્થળેથી ભાગવામાં સફળ થઈ ગયો.

એક પોલિસ અધિકારીએ જણાવ્યુ કે માર્યો ગયેલ આતંકી પાસેથી હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. તેનુ નામ આકિબ બસીર કુમાર હતુ અને તે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર એ તોઈબા સાથે જોડાયેલો હતો. પોલિસના જણાવ્યા અનુસાર આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને ઘટના સ્થળેથી ભાગી નીકળેલ બીજા આતંકવાદીને પકડવા માટે સર્ચ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યુ છે.

પોલિસ ટીમ પર હુમલો એવા સમયે થયો છે જ્યારે સુરક્ષા બળ સામાન્ય નાગરિકોની હત્યાઓને લઈને હાઈ એલર્ટ પર છે. વળી, શ્રીનગરના સફાકદળ વિસ્તારમાં આતંકીઓએ સાત ઓક્ટોબરની મોડી સાંજે ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલો બારીપોરી ઈદગાહ વિસ્તારમાં સીઆરપીએફ કેમ્પની બહાર થયો હતો.

શ્રીનગરમાં હાલમાં જ થયેલી હત્યાઓ બાદ સાવચેત સુરક્ષા બળો તરફથી અનંતનાગમાં નાકા પર ગાડી ન રોકવા પર કરવામાં આવેલી ફાયરિંગમાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ. તમને જણાવી દઈએ કે સુરક્ષાબળોએ મોંગહાલ પુલ પાસે નાકુ લગાવ્યુ હતુ. આ દરમિયાન એક સિલ્વર રંગની સ્કોર્પિયોને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો પરંતુ ચાલકે ગાડી ન રોકી. શંકાસ્પદ ગતિવિધિઓની આશંકામાં ચેતવણી આપીને સુરક્ષાબળોએ ફાયરિંગ કર્યુ જેમાં એક વ્યક્તિ માર્યો ગયો. હાલમાં તેની ઓળખ થઈ શકી નથી.

English summary
Jammu and Kashmir: A terrorist was neutralised during an encounter Srinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X