For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે વિક્રમ રંધાવાને ફટકારી શો કોઝ નોટીસ, કાશ્મીરી મુસ્લિમ યુવતીઓ પર કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી

રંધાવાએ T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારાઓ વિશે 'વિવાદાસ્પદ નિવેદન' આપ્યું હતું, જેના માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના જમ્મુ અને કાશ્મીર યુનિટે સોમવારે તેમને શો કોઝ નોટીસ જાહેર કરી હતી.

|
Google Oneindia Gujarati News

શ્રીનગર : ભારતીય જનતા પાર્ટી દ્વારા જમ્મુ અને કાશ્મીર ભાજપના વરિષ્ઠ નેતા વિક્રમ રંધાવાને 'શો કોઝ નોટીસ' જારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રંધાવાએ T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારાઓ વિશે 'વિવાદાસ્પદ નિવેદન' આપ્યું હતું, જેના માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના જમ્મુ અને કાશ્મીર યુનિટે સોમવારે તેમને શો કોઝ નોટીસ જાહેર કરી હતી.

આ સિવાય વિક્રમ રંધાવા વિરુદ્ધ ત્રિકુટા નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રંધાવા પર IPCની કલમ 295 A અને 505 (2) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

રંધાવાના નિવેદનને સાંખી લેવામાં નહીં આવે - રવિન્દ્ર રૈના

રંધાવાના નિવેદનને સાંખી લેવામાં નહીં આવે - રવિન્દ્ર રૈના

વિક્રમ રંધાવાને મોકલવામાં આવેલી શો કોઝ નોટીસ અંગે પાર્ટીના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ કહ્યું છે કે, રંધાવા દ્વારા કરવામાં આવેલા નિવેદનને બિલકુલ સાંખીલેવામાં આવશે નહીં, તેમની ટિપ્પણી સંપૂર્ણપણે પક્ષના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે, જે તમામ ધર્મોની વિરુદ્ધ છે, જેનું સન્માન કરવામાં ભાજપ માને છે.

રવિન્દ્ર રૈનાએકહ્યું, વીડિયો પાર્ટીના ધ્યાન પર આવ્યો અને શિસ્ત સમિતિએ તરત જ તેમને શો કોઝ નોટીસ ફટકારી હતી, કારણ કે આવી ભાષાને સહન કરી શકાય નહીં. વિક્રમરંધાવાએ તેમની ટિપ્પણી બદલ માફી માંગવી પડશે અથવા કડક કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.

વિક્રમ રંધાવાએ 48 કલાકમાં આપવો પડશે જવાબ

વિક્રમ રંધાવાએ 48 કલાકમાં આપવો પડશે જવાબ

ઉલ્લેખનીય છે કે, ભાજપની અનુશાસન સમિતિએ વિક્રમ રંધાવાને કારણ બતાવો નોટિસ મોકલી છે. આ સમિતિનું નેતૃત્વ સુનિલ સેઠી કરી રહ્યા છે.

કમિટીએ રંધાવાને 48કલાકમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તમે ચોક્કસ સમુદાય વિરુદ્ધએકદમ બેજવાબદાર અને દ્વેષપૂર્ણ ટિપ્પણી કરતા જોવા મળે છે.

આ પાર્ટી માટે અસ્વીકાર્ય છે અને તેનાથી પાર્ટીની બદનામી અને શરમ આવી છે.

શું કહ્યું હતું વિક્રમ રંધાવાએ?

શું કહ્યું હતું વિક્રમ રંધાવાએ?

નોંધનીય બાબત છે કે, વિક્રમ રંધાવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે T20 વર્લ્ડ કપમાં ભારતની હાર અને પાકિસ્તાનનીજીતની ઉજવણી કરતા લોકો કહેતા જોવા મળી રહ્યા છે કે, 'આવા લોકોને મારી નાખો.

તેમને મારીને તેમની ચામડી ઉખાડી લેવી જોઇએ. વિક્રમ રંધાવા આ વીડિયોમાંકાશ્મીરી મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકતા હોય તેમ જણાઇ રહ્યું છે.

તેમણે કહ્યું કે, ખીણમાં 20-22 વર્ષની છોકરીઓની નસોમાં પાકિસ્તાનનું લોહી દોડી રહ્યું છે, જે હજૂ ઠીકથીપેદા પણ થયા નથી, આવી છોકરીઓ અને તેમના માતા-પિતાને પાઠ ભણાવવો જોરૂરી છે.

English summary
Jammu and Kashmir BJP has issued a show cause notice to senior leader Vikram Randhawa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X