DDC elections: જમ્મુ કાશ્મીરમાં ડીડીસીના અંતિમ તબક્કાનુ આજે મતદાન
Jammu and Kashmir DDC elections eighth and the final phase: જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ(DDC election) માટે આજે(19 ડિસેમ્બર) આઠમાં અને અંતિમ તબક્કામાં 28 સીટો માટે મતદાન ચાલી રહ્યુ છે. મતદાન સવારે 8 વાગ્યાથી ચાલુ છે. પ્રદેશમાં પહેલી વાર ડીડીસી ચૂંટણી થઈ રહી છે જે આજે સાંજે સંપન્ન થઈ જશે. આજે જમ્મુની 15 સીટો અને કાશ્મીરની 13 સીટો પર મતદાન થઈ રહ્યુ છે.
168 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં
રાજ્ય ચૂંટણી કમિશ્નર કે કે શર્માના જણાવ્યા મુજબ આજે અંતિમ તબક્કાની ચૂંટણીમાં 168 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 122 પુરુષ અને 46 મહિલા ઉમેદવાર શામેલ છે. મતદાન સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ચાલવાનુ છે. આઠમાં તબક્કામાં પંચાયત પેટા ચૂંટણી હેઠળ 285 પંચો અને 84 સરપંચોની સીટો પર પણ મતદાન થઈ રહ્યુ છે.
આ સીટ પર ફરીથી ચૂંટણી કરાવવાની માંગ ઉઠી
વળી, નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ફારુખ અબ્દુલ્લાએ કાશ્મીરના બાંદીપોરા ડીડીસી માટે ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી છે. ગુરુવારે(17 ડિસેમ્બર) ફારુખ અબ્દુલ્લાએ બાંદીપોરામાં ફરીથી મતદાન કરાવવી માંગ કરીને એ દાવો કર્યો છે કે બાંદીપોરા બુથ પર કબ્જો અને ધાંધલી કરવામાં આવી હતી. બાંદીપોરામાં ડીડીસી ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન 13 ડિસેમ્બરે કરાવવામાં આવ્યુ હતુ. ફારુખ અબ્દુલ્લાએ ચૂંટણી કરાવવા માટે રાજ્ય ચૂંટણી કમિશ્નર કે કે શર્માને પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે બૂથ કબ્જે કરવા અને ફ્રૉડ મતદાનની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે અને ચિંતા વ્યક્ત કરી છે.
શિવાનંદ તિવારીની સોનિયા ગાંધીને અપીલ - પુત્ર મોહનો ત્યાગ કરો