જમ્મુ કાશ્મીરઃ પંપોર એનકાઉન્ટરમાં સુરક્ષાબળોના હાથે ઠાર મરાયો એક આતંકી
સાઉથ કાશ્મીરના પંપોરમાં ચાલી રહેલ એનકાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે.
શ્રીનગરઃ સાઉથ કાશ્મીરના પંપોરમાં ચાલી રહેલ એનકાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે પંપોરના લાલપોરામાં એનકાઉન્ટર ચાલુ છે, જે માહિતી મળી રહી છે તે મુજબ જમ્મુ કાશ્મીર પોલિસ, 50 આરઆર અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આખા વિસ્તારને ઘેરી લીધો છે અને મોરચો સંભાળ્યો છે. જમ્મુ કાશ્મીર પોલિસ મુજબ સૂચના મળી હતી કે પંપોરના મીજ વિસ્તારમાં અમુક આતંકી છૂપાયા છે. સુરક્ષાબળોની ટીમ જ્યારે ત્યાં પહોંચી તો આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધુ.

ત્યારપબાદ સુરક્ષાબળોએ મોરચો સંભાળીને આતંકવાદીઓના છૂપાયેલી છાવણીઓને સંપૂર્ણપણે ઘેરી લીધી છે. સુરક્ષાબળોએ સૌથી પહેલા આતંકવાદીઓને સમર્પણ કરવા માટે કહ્યુ. આતંકવાદીઓએ સમર્પણ ન કરતા સુરક્ષાબળોએ ફાયરિંગ કરવાનુ શરૂ કરી દીધુ. સુરક્ષાબળોએ પણ વળતી કાર્યવાહી કરીને આતંકીવાદીઓ સામે ફાયરિંગ કરવાનુ શરૂ કરી દીધુ. બંને તરફથી હજુ પણ ફાયરિંગ ચાલુ છે.
જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે આતંકીઓની સંખ્યા કેટલી છે. કાશ્મીર ઝોન પોલિસે જણાવ્યુ કે પંપોરમાં ઘેરાબંધી અને તપાસ અભિયાન દરમિયાન આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. આમાં બે અજ્ઞાત વ્યક્તિ ઘાયલ થઈ ગયા. વિસ્તામાં તપાસ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
